સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કારના દિવસે શું થયુ? કેઆરકેનો ખુલાસો, શહેનાઝ વિશે કહી મોટી વાત
કમાલ આર ખાન એટલે કે કેઆરકેએ એક વીડિયો જાહેર કરીને સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના સંબંધો વિશે જણાવ્યુ.
મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનના સમાચારે એન્ટરટેઈમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે ઘણા સેલેબ્ઝને પણ ચોંકાવી દીધા છે. સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર દરમિયાન શહેનાઝ ગિલની હાલત જોઈને ફેન્સનુ દિલ તૂટી ગયુ. શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના લગ્નના સમાચાર પણ સામે આવ્યા છે પરંતુ આ સમાચાર પર કમાલ આર ખાન એટલે કે કેઆરકેએ એક વીડિયો જાહેર કરીને સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના સંબંધો સાથે એ પણ જણાવ્યુ છે કે અંતિમ સંસ્કાર દરમિયાન સિદ્ધાર્થ શુક્લાના દોસ્તોને તેમનો ચહેરો બતાવવામાં નહોતો આવ્યો.

સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલાના ખોળામાં દમ તોડ્યો
કેઆરકેએ આ વીડિયોમાં જણાવ્યુ છે કે મીડિયા રિપોર્ટ્સમાં સાંભળવામાં આવ્યુ છે કે સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલાના ખોળામાં દમ તોડ્યો છે. આ એકદમ સાચુ છે. શહેનાઝે પોતાના પિતાને જણાવ્યુ હતુ કે સિદ્ધાર્થ સાંજે અસહજ અનુભવી રહ્યા હતા.

કમાલ ખાને જણાવી એ રાતની કહાની
સિદ્ધાર્થે શહેનાઝેને પોતાની કમર થપથપાવા માટે કહ્યુ હતુ. સિદ્ધાર્થ શુક્લાએ 3 વાગે પોતાની આંખ ખોલી તો સિદ્ધાર્થે ફરીથી એ ફરિયાદ કરી. પછી શહેનાઝે સિદ્ધાર્થ શુક્લાને ઠંડુ પાણી પીવા માટે આપ્યુ. સવારે જ્યારે શહેનાઝે સિદ્ધાર્થને ઉઠાડવાની કોશિશ કરી તો તે ન ઉઠ્યા. શહેનાઝે જોયુ કે સિદ્ધાર્થ કોઈ હરકત નથી કરી રહ્યા. શહેનાઝે જોરથી બૂમ પાડી અને સિદ્ધાર્થની માને બોલાવી. કેઆરકેએ એ પણ ખુલાસો કર્યો કે ગુરુવારે સાંજે શહેનાઝે સિદ્ધાર્થ શુક્લાને કહ્યુ હતુ કે તેમણે ડૉક્ટર પાસે જવુ જોઈએ.

સિદ્ધાર્થ શુક્લાની મા
સિદ્ધાર્થે ડૉક્ટર પાસે જવાની ના પાડી દીધી. જો સિદ્ધાર્થે શહેનાઝની વાત સાંભળી લીધી હોત તો તે જીવતા હોત. કેઆરકેએ એ પણ કહ્યુ કે પરિવારે સિદ્ધાર્થ શુક્લાના દોસ્તોને તેમનો ચહેરો ન બતાવ્યો. સિદ્ધાર્થ શુકલાની મા દીકરાના મોત પર વધુ ન રડ્યા કારણકે તે આધ્યાત્મિક છે. તેમને એ વાત પર વિશ્વાસ હતો કે આમ થવાનુ છે. કેઆરકેએ દાવો કર્યો છે કે સિદ્ધાર્થ શુક્લાનુ બૉડી કૂપર હોસ્પિટલમાંથી સ્મશાનમાં લઈ જવામાં આવ્યુ તો તેમનો ચહેરો કોઈને બતાવવામાં આવ્યો નહોતો.

સિદ્ધાર્થનો ચહેરો ન બતાવ્યો
કમાલ આર ખાને આગળ કહ્યુ કે ઘણા દોસ્ત સિદ્ધાર્થનો ચહેરો જોવા ઈચ્છતા હતા પરંતુ પરિવારે ના પાડી દીધી. કોઈ સિદ્ધાર્થ શુક્લાના ચહેરાનો ફોટો ના પાડી લે એ કારણે પરિવારે ના પાડી દીધી. ત્યાં હાજર સિદ્ધાર્થના દોસ્તોએ કહ્યુ કે તેમની પાસે કેમેરો નથી તેમછતાં સિદ્ધાર્થ શુક્લાના ઘરવાળાએ આની પરવાનગી ના આપી. કેઆરકેએ કહ્યુ કે હું એ વાતની ગેરેન્ટી નથી લેતો પરંતુ સિદ્ધાર્થ શુક્લાનો ચહેરો કાળો, પીળો કે વાદળી થઈ ગયો હતો. જેના કારણે તેમને ચહેરો બતાવવામાં ન આવ્યો. કેઆરકેએ કહ્યુ કે કદાચ આ જ કારણ હશે નહિતર ચહેરો ન બતાવવાનુ કોઈ કારણ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
