ઐશ બાદ દીપિકા બનશે રજનીકાંતના હીરોઇન!
મુંબઈ, 6 ઑગસ્ટ : ઐશ્વર્યા રાય બાદ હવે દીપિકા પાદુકોણેને પણ તક મળી છે રજનીકાંતના હીરોઇન બનવાની. ઐશ્વર્યા રાય રોબોટ ફિલ્મમાં દક્ષિણના આ સુપર સ્ટારના હીરોઇન બન્યા હતાં અને હવે દીપિકા પાદુકોણેને આ તક મળી છે. દીપિકા અગાઉ રાણા ફિલ્મમાં તેમની હીરોઇન બનવાની તક ગુમાવી ચુક્યા હતાં, કારણ કે રજનીકાંત તે વખતે બીમાર થઈ ગયા હતાં.

હવે દીપિકા પાદુકોણે રજનીકાંત સાથે કોચાદૈયાં ફિલ્મમાં આવી રહ્યાં છે. ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં છે. અગાઉ કૅટરીના કૈફને આ ફિલ્મમાં લેવાની ચર્ચા હતી, પરંતુ દીપિકાના નામની જાહેરાત થતાં સ્થિતિ સ્પષ્ટ બની ગઈ છે.
હાલમાં ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત દીપિકા પાદુકોણેએ એક વાતચીતમાં જણાવ્યું કે તેમની આગામી તામિળ ફિલ્મ કોચાદૈયાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે, કારણ કે તે રશિયન, જાપાની, હિન્દી, તેલુગુ, તામિળ અને ચાઇનીઝ જેવી અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે. દીપિકાએ જણાવ્યું કે રજની સર એટલે કે રજનીકાંત આંતરરાષ્ટ્રીય આઇકૉન છે અને હું કહી શકું કે આ એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ હશે.
દીપિકાએ જણાવ્યું - કોચાદૈયાં એક ઐતિહાસિક 3ડી ફિલ્મ છે. એનિમેશન તથા લાઇવ એક્શનથી મળીને બનેલી આ ફિલ્મમાં જે પ્રકારના દૃશ્ય પ્રભાવોનો ઉપયોગ કરાયો છે, તે અગાઉ કોઈ પણ ભારતીય ફિલ્મોમાં નથી કરાયાં. ફિલ્મમાં રજનીકાંત તથા દીપિકા પાદુકોણે ઉપરાંત આર સરતકુમાર, આદિ પિનિસેત્તી, શોભના, રુકમણિ વિજયકુમાર, નસર તથા જૅકી શ્રૉફ પણ નજરે પડનાર છે. ફિલ્મ 1લી નવેમ્બરે રિલીઝ થશે.
નોંધનીય છે કે આ અગાઉ બૉલીવુડમાંથી ઐશ્વર્યા રાય છેલ્લે રજનીકાંત સાથે ફિલ્મ રોબોટમાં દેખાયા હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
