બાળકો સાથે જોઈ શકાય છે સિક્સટીન : કીથ
મુંબઈ, 9 જુલાઈ : ટુંકમાં જ રિલીઝ થનારી ફિલ્મ સિક્સટીના નાયિકા, ભૂતપૂર્વ મૉડેલ તથા વીડિયો જૉકી કીથ સિક્વેઇરે જણાવ્યું કે આ ફિલ્મનો આનંદ વાલીઓ અને બાળકો સાથે લઈ શકે છે.

એક વાતચીતમાં કીથે જણાવ્યું - ફિલ્મમાં એવું કંઈ નથી કે જે બાળકો ન જોઈ શકે. વાલીઓને મારે કહેવું છે કે તેઓ ફિલ્મ જોઈ આનંદ અનુભવશે. હા, કેટલીક જગ્યાએ ભાષા ખરાબ છે, પણ અમે માત્ર સત્ય બતાવ્યું છે. જો આપ તેને સ્વીકારી નથી શકતાં, તો આપ પોતાની જાત સાથે ખોટું બોલશો.
રાજ પુરોહિત દિગ્દર્શિત સિક્સટીન ફિલ્મમાં ઇઝાબેલ લીટે, વમિકા ગબ્બી, મહક, હાઇફિલે પણ ભૂમિકા અદા કરી છે. ફિલ્મ આગામી 12મી જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તેવા કિશોરો ઉપર આધારિત છે કે જેઓ કુટેવોમાં ફસાઈ ભટકી જાય છે. કીથે વાલીઓને બાળકોના યોગ્ય ઉછેર માટે પુરતો સમય આપવાની સલાહ પણ આપી. તેમણે જણાવ્યું - જો આપ પોતાના બાળકો માટે સમય નથી કાઢી શકતાં, તો તેમને યોગ્ય માર્ગદર્શન નહિં મળી શકે.












Click it and Unblock the Notifications
