Kiara-Sidharth Video: બિકિની પહેરીને સમુદ્રમાં પતિ સિદ્ધાર્થ સાથે કિયારાએ કર્યુ એન્જૉય, Video Viral
Kiara Advani And Sidharth Shukla Video: બૉલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ 31મી જુલાઈએ પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર તમામ સેલેબ્સે અભિનેત્રીને પોતપોતાની શૈલીમાં શુભેચ્છા પાઠવી હતી. સાંજે તેણે પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેનો એક વીડિયો શેર કર્યો.
લગ્ન પછી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કિયારા અડવાણીનો આ પહેલો જન્મદિવસ હતો. અભિનેત્રી માટે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ હતો. આ કપલ સેલિબ્રેટ કરવા વિદેશ ગયા છે, જેનો વીડિયો કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થ દરિયામાં છલાંગ લગાવતા જોવા મળી રહ્યા છે.

કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કેપ્શન પર લખ્યું, "મને જન્મદિવસની શુભકામનાઓ, દરેક દિવસ માટે કૃતજ્ઞતા અને દરેકના પ્રેમ માટે આભાર". વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થ ચિલિંગ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સિદ્ધાર્થે લાલ હૉટ કલરના બોક્સર પહેર્યા હતા જ્યારે કિયારાએ બ્લેક એન્ડ સિલ્વર ડોટ મોનોકિની પહેરી હતી. હાલમાં, ચાહકો સોશિયલ મીડિયા પર કપલના આ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પહેલી મુલાકાત ફિલ્મ શેર શાહ દરમિયાન થઈ હતી. ફિલ્મમાં બંનેની ઑન-સ્ક્રીન કેમેસ્ટ્રીને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મ પછી બંનેની મુલાકાત ઘણી વધી અને તે પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા નહોતા. આ પછી, 7 ફેબ્રુઆરી 2023ના રોજ, કપલે લગ્ન કર્યા અને તેમના ચાહકોને એક મોટું સરપ્રાઇઝ આપ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
