ડાયરેક્ટરે કહ્યું, તું મને ખુશ રાખ હું તને કામ આપીશ
ડાયરેક્ટરે કહ્યું, તું મને ખુશ રાખ હું તને કામ આપીશ
#MeToo કેમ્પેઈને ગત વર્ષે હંગામો મચાવ્યો હતો. કેટલાય મોટા નિર્દેશકો અને કલાકારો #MeTooમાં ઘેરાયા હતા. જો કે આ વર્ષે આ મામલો શાંત જણાઈ રહ્યો છે. પરંતુ હવે આ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચને લઈ મોટો ખુલાસો કર્યો છે. કાસ્ટિંગ કાઉચ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે નવો શબ્દ નથી. તમે પણ આ શબ્દ સાંભળીને વિચારતા હશો કે યાર આ તો થતું જ હોય છે. પરંતુ તમે એ વાતનો અંદાજો ન લગાવી શકો કે જેની સાથે આ થાય છે તેણે કેવા હાલાતનો સામનો કરવો પડે છે.

ડાયરેક્ટર પર લગાવ્યો આરોપ
કેટલીય એવી એક્ટ્રેસ છે જેઓ પોતાના કરિયરની શરૂઆત કરતા પહેલા કાસ્ટિંગ કાઉચને કારણે પાછળ હટી જતી હોય છે. પોતાની સાથે થયેલ આવી જ એક ઘટનાનો ઉલ્લેખ ખિચડી ફેમ ઋચા ભદ્રાએ કર્યો છે.

કોમ્પ્રોમાઈઝ કરવા માટે
ઋચાએ એક અખબાર સાથેની વાતચીતમાં આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે મારા લગ્ન બાદ જ્યારે મેં ઑડિશન આપવાનું શરૂ કર્યું તો કેટલાય લોકોએ મને કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહ્યું.

મને ખુશ રાખ, હું તને કામ આપીશ
ઋચાએ આગળ ખુલાસો કરતા કહ્યું કે મને એક કાસ્ટિંગ ડાયરેક્ટર મળ્યો હતો. જેણે મને કહ્યું હતું કે મને ખુશ રાખો. હું તને કામ આપીશ.

આ મારી બધી જ અપેક્ષાનો અંત હતો
તેણે કહ્યુ્ં કે તે મને હોટલમાં મળવા માંગતો હતો. જ્યારે મેં તેને કૉફી શોપમાં મળવા માટે કહ્યું. આ મારી બધી જ ઉમ્મીદોનો અંત હતો. જે મને આ ઈન્ડસ્ટ્રીથી હતી.

બૉડી શેમિંગ પણ
તે આગળ કહે છે કે બાળ કલાકાર તરીકે મેં જે છબી બનાવી છે. હું તેને ખરાબ કરવા નથી માંગતી. જણાવી દઈએ કે કાસ્ટિંગ કાઉચની સાથે ઋચાએ બૉડી શેમિંગ પણ ભોગવવું પડ્યું.

હું આવી છું
ઋચાએ જણાવ્યું કે તેને દર વખતે ફેટ ઘટાડવા કહેવાય છે. તેમને કહેવામાં આવતું હતું કે તમે તમારો વજન ઘટાડીને આવો. જેથી તેમને વધુ એક્ટિંગ પ્રોજેક્ટ મળી શકે. ઋચાએ જોર આપતા કહ્યું કે આ મારું બૉડી સ્ટ્રક્ચર છે.

મને તે ટેગ નહી
ઋચાએ અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે મને જો જાડી છોકરીનો રોલ આપવામાં આવે છે તો મારે તે ટેગ નથી જોતું. હું માત્ર ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા માટે વજન ઘટાડવા નથી માંગતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
