પ્રોડ્યુસરે જણાવ્યુ, ક્યારે રિલીઝ થશે KGF-3, માર્વલ સ્ટૂડિયોઝની જેમ બનાવવા માંગે છે ફિલ્મ
કેજીએફ ચેપ્ટર-1 અને કેજીએફ-2ના પ્રોડ્યુસર વિજય કિરાગંદૂરે પુષ્ટિ કરી છે કે ફિલ્મનો ત્રીજો ભાગ એટલે કે કેજીએફ-3 આવવાની છે.
મુંબઈઃ કેજીએફ ચેપ્ટર-1 અને કેજીએફ-2ના પ્રોડ્યુસર વિજય કિરાગંદૂરે પુષ્ટિ કરી છે કે ફિલ્મનો ત્રીજો ભાગ એટલે કે કેજીએફ-3 આવવાની છે. વિજય કિરાગંદૂરે કહ્યુ છે કે ફિલ્મ નિર્માતાઓની યોજના હિટ ફિલ્મની માર્વલ સ્ટાઈલની ફ્રેંચાઈઝી બનાવવાની છે. એક ઈન્ટરવ્યુમાં વિજય કિરાગંદૂરે એ પણ કહ્યુ કે કેજીએફ 3નુ શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર 2022 બાદ શરુ કરવામાં આવશે અને 2024માં ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે. વિજય હોમ્બલે ફિલ્મ્સના સંસ્થાપક છે જેમણે કેજીએફ ફિલ્મોનુ નિર્માણ કર્યુ છે.

ક્યારે શરુ થશે KGF-3નુ શૂટિંગ?
કેજીએફ 3ના શૂટિંગ શિડ્યુલ વિશે પૂછવા પર વિજયે દૈનિક ભાસ્કરને કહ્યુ, 'નિર્દેશક પ્રશાંત નીલ હાલમાં સાલારમાં વ્યસ્ત છે. એ ફિલ્મમાં સાલાર લગભગ 30-35% શૂટિંગ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મનુ આગલુ શિડ્યુલ આવતા સપ્તાહે શરુ થવાનુ છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર સુધી તેનુ શૂટિંગ પૂરુ થઈ જશે. માટે, અમે આ વર્ષે ઓક્ટોબર પછી કેજીએફ-3નુ શૂટિંગ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે. અમને 2024 સુધી ફિલ્મ રિલીઝ થવાની આશા છે.'

શું યશ ઉપરાંત ફિલ્મમાં કોઈ નવો અભિનેતા જોડાશે?
શું કોઈ નવો અભિનેતા જોડાશે કે યશ ફરીથી ભૂમિકા ભજવશે...? એમ પૂછવા પર ફિલ્મ નિર્માતાઓએ કહ્યુ, 'અમે માર્વેલ યુનિવર્સ જેવી ફિલ્મની ફ્રેન્ચાઈઝી બનાવવા જઈ રહ્યા છીએ. અમે અલગ-અલગ મૂવીઝમાંથી અલગ-અલગ પાત્રો લાવવા અને ડૉક્ટર સ્ટ્રેન્જ જેવુ કંઈક બનાવવા માગીએ છીએ. સ્પાઈડર મેન હોમ કમિંગ કે ડોક્ટર સ્ટ્રેન્જમાં જે રીતે થયુ એ રીતે જેથી કરીને અમે વધુને વધુ પ્રેક્ષકો સુધી સરળતાથી પહોંચી શકીએ.'

KGF-2એ કમાણીના તોડ્યા બધા રેકૉર્ડ
KGF ચેપ્ટર 2 14મી એપ્રિલે રિલીઝ થઈ અને તેને વિવેચકો તેમજ પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં સંજય દત્ત, પ્રકાશ રાજ, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને માલવિકા અવિનાશ પણ છે. ગયા અઠવાડિયે KGF ચેપ્ટર 2ની હિન્દી-ડબ બૉક્સ ઓફિસ પર 400 કરોડનો આંકડો પાર કરી ગઈ. ભારતમાં તમામ ભાષાઓમાં ફિલ્મનુ કુલ કલેક્શન 900 કરોડને પાર કરી ગયુ છે જ્યારે તેણે વૈશ્વિક કમાણી 1170 કરોડને પાર કરી લીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
