Pics : રણબીરને મૂકી સલમાનના ગણેશ વિસર્જને પહોંચ્યાં કૅટ!
મુંબઈ, 10 સપ્ટેમ્બર : સલમાન ખાન અને કૅટરીના કૈફ વચ્ચે અણબનાવના સમાચારો છેલ્લા કેટલાય વખતથી હૅડલાઇન્સ બનેલા છે, પરંતુ લાગે છે કે વિઘ્નહર્તાએ સલમાનના ઘરે વિરાજતાં જ સલમાન અને કૅટ વચ્ચેની દૂરીઓ પણ ઓછી થઈ ગઈ છે અને હવે બંને પુનઃ એક વાર નજીક આવવા લાગ્યાં છે. આ મૈત્રીની શરુઆત થઈ ગઈકાલે કે જ્યારે કૅટ સલમાનના બહેન અલવીરાના ઘરે દેખાયાં ગણપતિ પૂજન અને વિસર્જન દરમિયાન.
મળતી માહિતી મુજબ ગણેશ ચતુર્થી પ્રસંગે સલમાનના ઘરે ગત 9મી સપ્ટેમ્બરે સલમાનના બહેનના ઘરે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી અને ગઈકાલે ગણેશ પૂજન તેમજ વિસર્જનનો પ્રસંગ હતો. આ પ્રસંગે કૅટરીના કૈફ ગુલાબી તથા બ્લૅગ રંગની ઇન્ડિયન ડ્રેસમાં નજરે પડ્યાં. કૅટ સલમાનના ઘરે પહોંચતાં જ મીડિયામાં નવી અટકળો વહેતી થઈ ગઈ.
સલમાન ખાને કૅટરીના કૈફને ગણપતિ પૂજન માટે આમંત્રણ મોકલ્યુ હતું અને સાબિત કરી આપ્યું કે તેઓ રણબીર કપૂર સાથેના કૅટના સંબંધોથી નારાજ નથી, તો બીજી બાજુ કૅટરીના કૈફ પણ સલમાનના ગણેશ પૂજન-વિસર્જનમાં પહોંચી ગયાં અને સાબિત કર્યું કે તેમની વચ્ચે પુનઃ મૈત્રી થઈ ગઈ છે.
સલમાનના ઘરે યોજાયેલ ગણપતિ પૂજન અને ગણપતિ વિસર્જન દરમિયાન સલમાનના ઘરના તમામ સભ્યો ઉપરાંત બૉલીવુડના અનેક કલાકારોએ પણ હાજરી આપી હતી. તેમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા તથા એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીની હાજરી ઉડીને આંખે વળગે એવી હતી. સોનાક્ષી સિન્હા ગણેશના રંગે રંગાયેલા દેખાયાં.
આવો તસવીરોમાં જોઇએ કોણ-કોણ પહોંચ્યું સલમાનના ગણેશ વિસર્જન પ્રસંગે :

સોનાક્ષી સિન્હા
સલમાનના ઘરે ગણેશ વિસર્જન દરમિયાન ગણપતિ ભક્તિમાં તલ્લીન સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા
સલમાનના ઘરે ગણેશ વિસર્જન દરમિયાન ગણપતિ ભક્તિમાં તલ્લીન સોનાક્ષી સિન્હા.

સોનાક્ષી સિન્હા
સલમાનના ઘરે ગણેશ વિસર્જન દરમિયાન ગણપતિ ભક્તિમાં તલ્લીન સોનાક્ષી સિન્હા.

પૂનમ સિન્હા
સલમાનના ઘરે ગણેશ વિસર્જન દરમિયાન સોનાક્ષી સિન્હાના માતા પૂનમ સિન્હા પણ હાજર રહ્યા હતાં.

સંગીતા બિજલાણી
સંગીતા બિજલાણીને કોણ નથી ઓળખતું? તેઓ એક વખતે સલમાન ખાનના ગર્લફ્રેન્ડ હતાં. તેઓ પણ સલમાનના ગણેશ વિસર્જન દરમિયાન હાજર રહ્યા હતાં.

સૂરજ-ઝરીના
આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી તથા પત્ની ઝરીના વહાબે સલમાનના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપી. આ એ જ સૂરજ પંચોલી છે કે જેઓનું નામ જિયા ખાન આપઘાત પ્રકરણમાં સામે આવ્યુ હતું. કહે છે કે સલમાન સૂરજને લૉન્ચ પણ કરવાનાં છે.

સલમાન ખાન
પોતાના બહેનના ઘરે સ્થાપિત ગણપતિ પૂજા અને વિસર્જન દરમિયાન સલમાન ખાન.

મોંઘેરા મહેમાન
સલમાન ખાનના ગણેશ પૂજન-વિસર્જન પ્રસંગે સૌથી મોંઘેરા અને ખાસ મહેમાન હતાં કૅટરીના કૈફ.

ગણેશ પૂજન
સલમાનના બહેનના ઘરે ચાલતું ગણેશ પૂજન અને વિસર્જનની તૈયારીઓ.

અશ્મિત પટેલ
અશ્મિત પટેલ પણ સલમાનના ગણેશ વિસર્જનમાં હાજર રહ્યા હતાં.

અરબાઝ ખાન
અરબાઝ ખાન.

અલવીરા ખાન
ગણપતિ બાપ્પાને ખોળામાં લઈ વિસર્જન માટે નિકળતાં સલમાનના બહેન અલવીરા ખાન.

સુશીલા ચરક
ગણપતિ ઉત્સવમાં હાજર સલમાનના માતા સુશીલા ચરક.

કુણાલ ખેમૂ
કુણાલ ખેમૂ

બાળકને રમાડતાં સલમાન
બાળકને રમાડતાં સલમાન.

હેલન
સલમાનના ઓરમાન માતા હેલન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
