ફૅંટમમાં સૈફ-કૅટનો એક્શન અવતાર, બેગમ કરીના પણ પહોંચ્યાં બેરૂત
મુંબઈ, 29 ઑક્ટોબર : બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફની એક્શનથી ભરપૂર ફિલ્મ ધૂમ 3નો ઇંતેજાર થઈ રહ્યો છે, તો કૅટરીના કૈફ વધુ એક ફિલ્મમાં એક્શન કરતાં નજરે પડવાના છે. કૅટરીના હાલમાં ફૅંટમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને ફિલ્મની શરુઆતની તસવીરો જોતા સ્પષ્ટ છે કે કૅટરીના કૈફ આ ફિલ્મમાં ફરી એક વાર એક્શન અવતારમાં દેખાશે.
કબીર ખાન દિગ્દર્શિત ફૅંટમ ફિલ્મનું શૂટિંગ હાલ બેરૂતમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં કૅટરીના કૈફ અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. કૅટ-સૈફની આ જોડી બીજી વાર કોઈ ફિલ્મમાં આવી રહી છે. અગાઉ બંને રેસ ફિલ્મમાં દેખાયા હતાં. ફૅંટમ ફિલ્મનું શૂટિંગ બેરૂતમાં ચાલી રહ્યું છે અને શૂટિંગ દરમિયાન સેટ ઉપર સૈફના બેગમ અભિનેત્રી કરીના કપૂર પણ પહોંચી ગયાં.
જુઓ ફૅંટમ ફિલ્મમાં કૅટરીના કૈફ અને સૈફ અલી ખાનના એક્શન અવતારની તસવીરો :

કૅટનો વધુ એક એક્શન અવતાર
કૅટરીના કૈફની એક્શનથી ભરપૂર ફિલ્મ ધૂમ 3 રિલીઝની તૈયારીમાં છે, તો કૅટ વધુ એક એક્શન ફિલ્મ ફૅંટમમાં જોવા મળશે.

સૈફ સાથે બીજી ફિલ્મ
કૅટરીના કૈફ સૈફ અલી ખાન સાથે બીજી વાર સ્ક્રીન શૅર કરવા જઈ રહ્યાં છે. અગાઉ બંને રેસ ફિલ્મમાં પહેલી વાર સાથે દેખાયા હતાં.

કરીના પહોંચ્યા સેટ પર
ફૅંટમનું શૂટિંગ બેરૂત ખાતે ચાલી રહ્યું છે. સૈફના બેગમ કરીના કપૂર પણ ફૅંટમના સેટ ઉપર પહોંચી ગયાં છે.

ધૂમ 3માં એક્શન
કૅટરીના કૈફની આગામી ફિલ્મ ધૂમ 3 છે કે જેમાં કૅટરીના કૈફ એક્શન અવતારમાં દેખાવના છે.

હાઈ ટ્રેનિંગ
કૅટે ધૂમ 3માં પોતાના રોલ મુજબ હાઈ ટ્રેનિંગ લીધી છે અને સ્પેશિયલ ડાયેટ ચાર્ટ ફૉલો કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
