સોશિયલ મીડિયા પર કેટરીના-વિકીને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલિસે નોંધ્યો કેસ

એક યુઝરે વિકી કૌશલ અને કેટરીના કૈફને મારી નાખવાની ધમકી આપી હતી....

મુંબઈઃ કેટરીના કૈફ અને વિકી કૌશલ અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બંને દરરોજ પોતાની તસવીરો શેર કરતા રહે છે. આ દરમિયાન એક યુઝર કેટરીના કૈફને ઘણા સમયથી ફોલો કરી રહ્યો હતો અને તેની પોસ્ટ પર અશ્લીલ કોમેન્ટ કરી રહ્યો હતો. તેણે વિકી કૌશલ અને કેટરીના કૈફને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ અભિનેતા વિકી કૌશલે આ મામલે મુંબઈના સાંતાક્રુઝ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

kat-vicky

આ કલમો હેઠળ નોંધાયો કેસ

ANIના અહેવાલ મુજબ મુંબઈ પોલિસે ધમકી આપનારની ઓળખ આદિત્ય રાજપૂત તરીકે કરી છે. વિકી કૌશલની ફરિયાદ પર પોલીસે કલમ 506 (2) (ધમકી) અને 354 (ડી) (મહિલાનુ અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે. પોલિસે IT એક્ટ 67 (અશ્લીલ ફોટા, વીડિયો અને કોમેન્ટ્સ પોસ્ટ કરવા) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

માલદીવ ગયા હતા કેટરીના-વિકી

હાલમાં જ વિકી કૌશલ અને કેટરીના માલદીવ ગયા હતા. જ્યાં કેટરીનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. બંનેએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેટરીના કૈફનો જન્મદિવસ ઉજવવા માટે તેના ખાસ મિત્રો પણ તેની સાથે માલદીવ પહોંચ્યા હતા. જો કે, વિકી કૌશલ કેટરીના કૈફના જન્મદિવસ પર તેની સાથે ન હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X