kartik aaryan sreeleela relationship : કાર્તિક આર્યન શ્રીલીલાને ડેટ કરી રહ્યો છે? જાણો ખુદ શું કહ્યું?
Kartik Aaryan Sreeleela Relationship : બૉલીવુડનો ચૉકલેટી બોય કાર્તિક આર્યન તેની ફિલ્મો સાથે સાથે તેની અંગત લાઈફ માટે પણ ખુબ ચર્ચામાં રહે છે.
પોતાની લવ લાઈફ માટે ચર્ચામાં રહેતા કાર્તિક આર્યનનું નામ કોઈને કોઈ અભિનેત્રી સાથે જોડાતું રહે છે. હવે તેનું નામ સાઉથની ફેમસ અભિનેત્રી શ્રીલીલા સાથે જોડાયુ છે.

સોશિયલ મીડિયા પર બન્નેના અફેરની ખુબ ચર્ચા છે ત્યારે આ રૂમર્સ પર કાર્તિક આર્યને પોતે આ મુ ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં આ અંગે ખુલ્લીને વાત કરી.
ઇન્ટરવ્યુમાં કાર્તિક આર્યનને શ્રીલીલા સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સીધી રીતે જવાબ આપતા કહ્યું કે હ તે સિંગલ છે અને કોઈને ડેટ નથી કરી રહ્યો. તેણે કહ્યું કે, હવે મને મારી લવ લાઈફ વિશે માહિતી પણ મીડિયા અને સોશિયલ મીડિયા પરથી મળે છે.
જણાવી દઈએ કે, હાલમાં જ કાર્તિક આર્યન અને શ્રીલીલાની કેટલીક ફેક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તસવીરોમાં બંનેને કપલ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
લોકોએ તેમના સંબંધોને લઈને ચર્ચાઓ શરૂ કરી દીધી અને કેટલાક યુઝર્સ તો તેમની કેમિસ્ટ્રીની પણ ખુબ પ્રશંસા કરવા લાગ્યા હતા.
કાર્તિકે આગળ જણાવ્યું કે, મારા વિશે ઘણીવાર એવી અફવાઓ ફેલાતી હતી કે હું કોઈને ડેટ કરી રહ્યો છું. કઈ અફવાઓ સાચી હોય છે અને કઈ ખોટી, એ બધું હવે હું સમજવા લાગ્યો છું. ક્યારેક તો માત્ર કોઈ સાથે મળીને વાત કરી હોય એટલે રિલેશનશિપના સમાચાર આવી જાય છે.
જણાવી દઈએ કે, કાર્તિક આર્યનનું નામ પહેલાં પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ખાસ કરીને સારા અલી ખાન, જાન્હવી કપૂર અને કૃતિ સેનન સાથેના સંબંધોની ચર્ચાઓ ચર્ચામાં રહી છે. જો કે, કાર્તિકે હંમેશા એવી અફવાઓ સામે પોતાનું મૌન તોડ્યું છે અને સ્પષ્ટતા આપી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
