કરિશ્મા કપૂરની બિકીની ફોટો લોકોના હોશ ઉડાવી રહી છે
ગઈ કાલે કરિશ્મા કપૂરનો જન્મદિવસ હતો અને તે દિવસે કરિશ્મા કપૂરે સોશ્યિલ મીડિયા પર શાનદાર બિકીની ફોટો પોસ્ટ કરી છે.
ગઈ કાલે કરિશ્મા કપૂરનો જન્મદિવસ હતો અને તે દિવસે કરિશ્મા કપૂરે સોશ્યિલ મીડિયા પર શાનદાર બિકીની ફોટો પોસ્ટ કરી છે. કરિશ્મા કપૂરે પોતાની આ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે દરેક ઉંમરમાં વ્યક્તિએ પોતાને પ્રેમ કરવો જોઈએ.
કરિશ્મા કપૂરની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેમના ફેન્સ તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. કરિશ્મા કપૂર તેમના સમયની હિટ અભિનેત્રી હતી.
View this post on InstagramLove urself at every age 😇 #nofilter #birthdaymood
A post shared by KK (@therealkarismakapoor) on
કરિશ્મા કપૂર વિશે જો વાત કરવામાં આવે તો તેઓ તેમના સમયના સુપરસ્ટાર હતા. તેમને મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે સલમાન ખાને કરિશ્મા કપૂર સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે. બોલિવૂડમાં ભાગ્યે જ કોઈ એવો સુપરસ્ટાર હશે જેને કરિશ્મા સાથે કામ નથી કર્યું.

બૉલીવુડ કરિયર
પ્રેમ કૈદી ફિલ્મ દ્વારા પોતાનું બૉલીવુડ કરિયર શરૂ કરનાર સેક્સી ગર્લ લોલોએ રાજા હિન્દુસ્તાની, રાજા બાબૂ, સાજન ચલે સસુરાલ, હીરો નંબર 1, કુલી નંબર 1 તથા ઝુબૈદા જેવી બહતેરીન ફિલ્મો કરી છે.

ત્રણ ખાનો સાથે સુપરહિટ ફિલ્મો
બૉલીવુડના ત્રણ ખાનો સાથે સુપરહિટ ફિલ્મો આપનાર કરિશ્મા કપૂરે એક દાયકા સુધી ફિલ્મી દુનિયા ઉપર રાજ કર્યું છે.

ગોવિંદા-કરિશ્માની જોડી
ફિલ્મ પડદે ગોવિંદા-કરિશ્માની જોડી જોવા લોકો આતુર રહેતાં. ગોવિંદા-કરિશ્માએ ડેવિડ ધવન સાથે મળી સતત 7 હિટ ફિલ્મો આપી છે. તેથી જ બંનેની જોડીને નંબર વન કહે છે.

બૉલીવુડ, લગ્ન અને છુટાછેડા
1991માં ફિલ્મ પ્રેમ કૈદી દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કરિશ્મા કૅરિયરના ટોચે હતાં, પરંતુ 2003માં તેમણે સંજય કપૂર સાથે લગ્ન કરી લીધાં. તેઓ સંજયના બે બાળકોના માતા પણ બન્યાં. જોકે પછી બંનેના સંબંધો છુટાછેડાના આરે પહોંચ્યાં.

પુનઃ સક્રિય
કરિશ્મા દિલ્હીમાં સંજય સાથે ન રહેતાં મુંબઈમાં માતા બબીતા સાથે રહે છે. તેઓ ફિલ્મોમાં પુનઃ સક્રિય થઈ રહ્યાં છે. તેમની કમબૅક ફિલ્મ ડેંજરસ ઇશ્ક સુપર ફ્લૉપ રહી. હવે તેઓ રેડિયો તરફ વળ્યાં છે.

બીજા પત્ની
કરિશ્મા સંજયના બીજા પત્ની છે. સંજયના પ્રથમ પત્નીથી છુટાછેડા થઈ ચુક્યા હતાં. કહે છે કે સંજયના કોઇક મૉડેલ સાથે લવ-અફૅર છે કે જેથી સંજય-કરિશ્માના સંબંધો વણસ્યાં.

કરિશ્મા-અભિષેક
કરિશ્માના લગ્ન અભિષેક બચ્ચન સાથે થનાર હતાં. બંનેના સગપણ પણ થઈ ગયા હતાં, પરંતુ પછી આ સગપણ તુટી ગયું અને અભિષેક ઐશ્વર્યાના, તો કરિશ્મા સંજયના થઈ ગયાં.

કરીના-સૈફની નજીક
કરિશ્મા પોતાના બહેન કરીના તથા બનેવી સૈફની બહુ નજીક છે. કરિશ્મા સામાન્ય રીતે પોતાના બહેન-બનેવી સાથે દેખાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
