SURPRISE: કંગના અને પ્રિયંકા બાદ હવે કરીના..શું નવુ મળશે?
કરીના કપૂર હાલમાં ઘણી બીઝી છે. જી હા, શાહિદ કપૂરની સાથે ઉડતા પંજાબ બાદ હવે આર.બાલ્કીની ફીલ્મ "કી એન્ડ કા"નું શુટીંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મમાં કરીનાની સાથે અર્જુન કપૂર છે. પરંતુ ખાસ વાત એ છેકે કરીના હવે કઇક નવુ કરવા ઇચ્છી રહી છે.
જી હા, કંગના રાણાવત અને પ્રિયંકા ચોપડાની રાહ પર ચાલતા કરીના કપૂર પણ હીરોઇન કેન્દ્ર સ્થાને હોય તેવી ફિલ્મો કરશે. NH-10 અને તનુ વેડ્સ મનુ રીટર્ન્સ બનાવનાર ફિલ્મ નિર્માતા કૃષ્કિકા લુલ્લાએ આ ખબરને સાચી ઠેરવી છે. જણાવી દઇએ કે આ ફિલ્મનું નિર્દેશન શોએબ મંસુર કરશે. અને કરીના ફિલ્મમાં મુખ્ય પાત્ર હશે.
વેલ અમને ખુશી છેકે આઇટમ નંબર્સ અને કેમીયો કર્યા બાદ કરીના એક ધમાકેદાર કમબેક કરી રહી છે.
વાત કરીએ હાલમાં બોલીવુડમાં બનેલી કેટલીક હીરોઇન કેન્દ્રીત ફિલ્મો અંગે.....

ક્વીન
વિકાસ બહેલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનો વિષય ઘણો જ રસપ્રદ હતો. એક છોકરી કે જેના લગ્ન તૂટી જાય છે. અને પછી તે એકલી જ હનીમુન પર નીકળી પડે છે.

મર્દાની
આ ફિલ્મથી રાની મુખર્જીએ ફરી એકવખત કમબેક કર્યું હતુ. પોલીસના રોલમાં રાની ઘણી જ પરફેક્ટ હતી. ફિલ્મ બાળકોની તસ્કરી પર આધારિત હતી.

મેરીકોમ
પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મમાં ઘણો જ સારો અભિનય કર્યો હતો. મેરીકોમના જીવન પર બનેલી આ ફિલ્મ પ્રેરણાદાયક હતી.

NH-10
અનુષ્કા શર્માની આ ફિલ્મ પણ સામાજીક બુરાઇઓને દર્શાવે છે. ફિલ્મ ઓનર કિલીંગ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મ માટે અનુષ્કાના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા.

તનુ વેડ્સ મનુ રીટર્ન્સ
એક ફિલ્મમાં બે પાત્ર....બંને દમદાર...જી હા, તનુ વેડ્સ મનુમાં માત્ર કંગના જ કંગના હતી. બંને પાત્રો માટે કંગનાના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા.

જય ગંગાજલ
પ્રકાશ ઝાની ફિલ્મમાં આ વખતે કોઇ હિરો નહીં પણ પ્રિયંકા ચોપરા જ હીરો છે. જી હા, ગંગાજલની સીક્વલમાં પ્રિયંકા ચોપડા પોલીસના રોલમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
