Pics : ઑફસ્ક્રીન લીલા બની ઓરતા પૂરા કરતાં કરીના!
મુંબઈ, 25 નવેમ્બર : થોડાક દિવસ અગાઉ એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે દીપિકા પાદુકોણે કરીના કપૂરની કૉપી કરે છે. ખાસ તો ડ્રેસ-ચૉઇસમાં દીપિકા પાદુકોણે અનેક વખત એવા કપડા પહેરતા હોય છે કે જે અગાઉ કરીનાએ પહેર્યા હોય, પરંતુ તાજેતરમાં જ કરીનાના ટ્વિટર ઍકાઉંટ પર પોસ્ટ થયેલી એક તસવીર કંઈક ઓર જ વાર્તા કહે છે.
કરીના કપૂરના ટ્વિટર ઍકાઉંટ પર પોસ્ટ થયેલી તસવીર જોઈને સ્પષ્ટ તરી આવે છે કે દીપિકા પાદુકોણે નહીં, પણ કરીના કપૂર દીપિકાની કૉપી કરે છે. આ તસવીરમાં કરીનાએ રામલીલા ફિલ્મની લીલા એટલે કે દીપિકા જેવા ટ્રેડિશનલ કપડા પહેર્યાં છે. જોકે કરીના કપૂર દ્વારા રામલીલા ફિલ્મની લીલા જેવો વેશ ધરવા પાછળના કારણો અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કહે છે કે કરીના કપૂર સંજય લીલા ભાનુશાળીના ઑનસ્ક્રીન લીલા તો નહીં બની શક્યા નહીં, એટલે જ કદાચ તેઓ ઑફસ્ક્રીન લીલા બનીને જ સંતોષ લઈ રહ્યાં છે. અહીં યાદ અપાવી દઇએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત સુપરહિટ રહેલી ફિલ્મ રામલીલા માટે સંજય લીલા ભાનુશાળીએ હીરોઇન તરીકે કરીનાની જ પસંદગી કરી હતી, પરંતુ કરીનાએ તે વખતે ફિલ્મ નકારી દીધી હતી. કહે છે કે કરીનાએ રામલીલા માત્ર એટલા માટે છોડી હતી કે સંજયે કરીના સામે એક કૉન્ટ્રાક્ટ મુક્યો હતો કે તેઓ ફિલ્મના શુટિંગ દરમિયાન માતા નહિં બને. તેથી રામલીલા કરીનાના હાથમાંથી ખસકી દીપિકા પાદુકોણેની ઝોળીમાં જતી રહી.
આવો જોઇએ કરીના-દીપિકાની ડ્રેસ ચૉઇસમાં થતી ટક્કર :

ઑફસ્ક્રીન લીલા બન્યાં કરીના કપૂર
કહે છે કે કરીના કપૂર સંજય લીલા ભાનુશાળીના ઑનસ્ક્રીન લીલા તો નહીં બની શક્યા નહીં, એટલે જ કદાચ તેઓ ઑફસ્ક્રીન લીલા બનીને જ સંતોષ લઈ રહ્યાં છે. એમ રણ કરીના-દીપિકાની ડ્રેસ ચૉઇસમાં ટક્કર થતી જ રહે છે. જોવા માટે સ્લાઇડ આગળ ચલાવો.

કરીના-દીપિકાના સિમિલર ડ્રેસ
જરા જુઓ આ તસવીર કે જેમાં દીપિકા-કરીનાના ડ્રેસિસ એકદમ એક-બીજાની કૉપી લાગે છે. ડ્રેસના કલરમાં થોડોક ચેંજ છે, પણ આમ છતાં બંનેની સ્ટાઇલ એકદમ સેમ છે.

કરીના કમ્ફર્ટેબલ
કરીના આ લૉંગ તેમજ એલિજંટ ડ્રેસમાં ખૂબ જ કમ્ફર્ટેબલ નજરે પડે છે. કરીનાએ ફૅમીના મૅગેઝીનના કવર પેજના ફોટોશૂટ દરમિયાન આ ડ્રેસ પહેર્યો હતો.

દીપિકા તો બેસી ગયાં ડ્રેસ પર
દીપિકા પોતાના આ લૉંગ ડ્રેસને બહુ ફેલાવીને પેઠા છે. તેમણે કરીનાની જેમ આ ડ્રેસમાંથી પોતાના પગ બતાવવાનું જરૂરી નથી માન્યું.

ડ્રેસમાં ડાન્સ
કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્માના સેટ પર પોતાની ફિલ્મ રામલીલાના પ્રમોશન દરમિયાન દીપિકાએ આ સુંદર ડ્રેસમાં ડાન્સ પણ કર્યો. દીપિકા પોતાના કો-સ્ટાર રણવીર સિંહ સાથે આ શોમાં હાજર રહ્યા હતાં.

દીપિકા-કરીનાની ફાઇટ
થોડાક સમય અગાઉ કરીના-દીપિકા વચ્ચે કૅટ ફાઇટના સમાચારો આવ્યા હતાં, કારણ કે લવ આજકલ ફિલ્મ દરમિયાન સૈફ-દીપિકાની નિકટતાએ કરીનાને થોડીક ઇનસિક્યોર કરી હતી.

કોણ છે બેસ્ટ
આ લૉંગ સુંદર ડ્રેસમાં જોઈ આપ જ જણાવો કે કોણ વધુ સુંદર લાગે છે. કરીના કે દીપિકા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
