Fake કે Real? કરીના અને તૈમૂરની અન્ય એક તસવીર વાયરલ

કરીના કપૂર અને તૈમૂર અલી ખાનની બીજી એક તસવીર વાયરલ થઇ છે. તમે પણ જુઓ!

કરીના કપૂર પોતાના પ્રેગનન્સી ફેઝ દરમિયાન સતત સમાચારમાં રહી છે અને હવે તેનો એક દિવસ નાનો દિકરો તૈમૂર પણ જન્મતાંની સાથે જ સમાચારમાં ચમકી રહ્યો છે. પહેલા તેના આ લાંબા નામને કારણે અને ત્યાર બાદ કરીનાનો અને તેનો ફોટો ફેક હોવાની ખબર આવતાં તે ફરી સમાચારમાં છે. હવે તૈમૂર અને કરીનાની અન્ય એક તસવીર વાયરલ થઇ છે.

અહીં જુઓ - કરીના અને દિકરા તૈમૂરની પહેલી ઝલક

આ તસવીરમાં કરીના કપૂર પોતાના બેબીને ખોળામાં લઇને સુંદર પોઝ આપી રહી છે. આ તસવીર સાચી છે કે ખોટી, એ કહેવું મુશ્કેલ છે. જો કે, આ તસવીરો ખોટી હોવાના ચાન્સ જ વધારે છે, કારણ કે અત્યાર સુધી કોઇ પણ સેલિબ્રિટિએ આ ફોટો શેર કર્યા નથી.

અહીં વાંચો - કઇ રીતે બની નિયા શર્મા એશિયાની 3rd સેક્સિએસ્ટ વુમન?

બીજી તસવીર વાયરલ

બીજી તસવીર વાયરલ

કરીના કપૂર અને તેના એક દિવસ નાના દિકરાની 2 તસવીરો વાયરલ થઇ છે, જેમાંની આ બીજી તસવીર છે. સોશિયલ મીડિયા પર આ તસવીરોએ ધૂમ મચાવી છે, પરંતુ હવે ખબરો આવી રહી છે કે આ તસવીરો ફેક છે. Fake હોય કે Real, કરીનાની આ તસવીરો સુપર પોપ્યૂલર થઇ છે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

જન્મના દિવસે જ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

જન્મના દિવસે જ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

આર્યન ખાન, સારા અલી ખાન અને અબ્રાહમ ખાન જેવા સ્ટાર કિડ્સની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય એ વાત તો સમજાય એવી છે. પરંતુ આ નાનકડા તૈમૂર અલી ખાનની તસવીરો તો એ જન્મયો તે દિવસની સોશિયલ મીડિયા પર ફરે છે. આ કરીના અને તૈમૂરની એ પહેલી તસવીર છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

તૈમૂરની સાથે મીશા પણ થઇ પોપ્યૂલર

તૈમૂરની સાથે મીશા પણ થઇ પોપ્યૂલર

એનાથી વધુ અજીબ વાત તો એ છે કે, તૈમૂરના જન્મ સાથે જ શાહિદ કપૂર અને મીરાની એક મહિના નાની દિકરી મીશા પણ ફેમસ થઇ ગઇ છે. ટ્વીટર પર શાહિદ અને કરીનાના ફેન્સ હવે તૈમૂરને મીશા સાથે જોડી રહ્યાં છે. આવું કરવું ના જોઇએ, પરંતુ ટ્વીટર પર તો કંઇ પણ થઇ શકે.

પટૌડી અને કપૂર પરિવાર ખુશખુશાલ

પટૌડી અને કપૂર પરિવાર ખુશખુશાલ

20 ડિસેમ્બરે તૈમૂર આલી ખાનના જન્મની સાથે કપૂર અને પટૌડી પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. કરીના કપૂર અને બેબી બંન્ને સ્વસ્થ હોવાની વાત સૈફ અલી ખાને જાતે કન્ફર્મ કરી છે.

સૌથી અલગ છે બેબો!

સૌથી અલગ છે બેબો!

કરીના કપૂર ખાન પોતાના પ્રેગનન્સી ફેઝમાં મીડિયામાં બધે જ છવાઇ ગઇ હતી. તે ઘરની બહાર પગ મૂકે કે કેમેરામાં કેપ્ચર થઇ જતી. પ્રેગનન્સી દરમિયાન જનરલી બોલિવૂડ એક્ટ્રેસ કેમેરાથી બચતી ફરે છે, જ્યારે બેબો ખૂબ કોન્ફડન્ટલી કેમેરો ફેસ કરતી જોવા મળી હતી. તેણે પોતાના બેબી અને પ્રેગનન્સી ફેઝ અંગે મીડિયા સાથે ખુલીને વાતચીત પણ કરી હતી. કરીનાએ એમ પણ કહ્યું હતું કે, ખબર નહીં શા માટે અન્ય એક્ટ્રેસ પ્રેગનન્સી દરમિયાન મીડિયાથી બચતી ફરે છે.

એક મહિના બાદ ફરી કામ પર

એક મહિના બાદ ફરી કામ પર

કરીના કપૂરે પ્રેગનન્સી દરમિયાન પણ કામમાંથી બ્રેક નથી લીધો અને તેણે જાતે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બેબી આવ્યા બાદ મેક્સિમમ એક મહિનો તે ઘરે આરામ કરશે અને ત્યાર બાદ ફરી કામ પર ચડી જશે.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X