Pics: આમિરને મુકી સલમાનને ફેવીકૉલ લગાવતાં કરીના
મુંબઈ, 1 ડિસેમ્બર : કહે છે કે દરેક અભિનેત્રી માટે તેમની ફિલ્મનું પ્રીમિયર સૌથી મહત્વનું હોય છે, પરંતુ જો કોઈ અભિનેતા એક ફિલ્મનું પ્રીમિયર છોડી પોતાની આવનાર બીજી ફિલ્મના પ્રમોશન માટે જાય, તો આપ શું કહેશો? એ જ ને કે અભિનેતા માટે પેલી બીજી ફિલ્મ વધુ મહત્વની છે. હા જી, એટલે જ તો કરીના કપૂર અંગે લોકો કહી રહ્યાં છે કે તેમને તલાશ કરતાં પોતાના નજીકના મિત્ર સલમાનની ફિલ્મની ચિંતા વધુ છે અને તેથી તેઓ જ્યારે આમિર ખાનને તેમની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેઓ સલમાન ખાનના શો બિગ બૉસમાં ફેવીકૉલ સૉંગનું પ્રમોશન કરી રહ્યા હતાં.
જોકે કરીનાનું કહેવું છે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન ત્રણે સાથે કરીનાની ખૂબ સારી બૉડિંગ છે અને તેઓ ત્રણે ખાનોની ખૂબ જ નજીક પણ છે. તેમણે એમ પણ જણાવ્યું - મને લાગે છે કે તમામ ખાનો સાથે મારું ફેવીકૉલ કનેક્શન છે.
પરંતુ કરીનાએ તાજેતરમાં તલાશ ફિલ્મનું પ્રીમિયર છોડી દબંગ 2 ફિલ્મના ફેવીકૉલ સૉંગનું પ્રમોશન કરી સાબિત કરી આપ્યું કે આમિર કરતાં તેમને પોતાના મિત્ર સલમાન ખાનની ચિંતા વધારે છે.
તલાશના પ્રીમિયર પ્રસંગે કરીના કપૂર તો આવ્યા નહીં, પણ તેમના પતિ રણધીર કપૂર જરૂર આવ્યાં. કરીનાની ગેરહાજરીના પગલે સૈફ અલી ખાન પણ આ પાર્ટીમાં હાજર ન થયાં. જોકે તલાશ ફિલ્મ બૉક્સ ઑફિસે ઘણો સારો બિઝનેસ કરી રહી છે અને આશા છે કે આ ફિલ્મ પણ વર્ષે 200 કરોડ ક્લબમાં શામેલ થશે, પરંતુ કરીનાની આ પ્રકારની બેદરકારીનું કારણ તો કઈંક ઓર જ હશે. થોડાંક સમય અગાઉ કરીનાએ જણાવ્યું હતું કે તેમના પતિ સૈફે તેમને ફેવીકૉલ ગીત કરવા માટે ફોર્સ કર્યુ હતુ અને જણાવ્યુ હતું કે આ ફિલ્મ આ વરસની સૌથી સફળ ફિલ્મ હશે. આખરે તેમાં સલમાન ખાન છે. તો ક્યાંક કરીના આમિરની સરખામણીમાં સલમાનને વધુ હિટ ગણી મહત્વ તો નથી આપી રહ્યાં?
આવો હાલ તો આપણે તસવીરોમાં જોઇએ કે સલમાન સાથે કરીનાએ કેવી ધમાલ-મસ્તી કરી.

સલમાન-કરીના
આમિર ખાનની તલાશ ફિલ્મનું પ્રીમિયર મુકી કરીના સલમાનના શો બિગ બૉસમાં પહોંચ્યાં.

સલમાન-કરીના
સલમાન કરીનાના ખૂબ જ નજીકના મિત્ર છે.

સલમાન-કરીના
સલમાનની ફિલ્મ દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મમાં કરીનાએ ફેવીકૉલ આયટમ સૉંગ કર્યું છે.

સલમાન-કરીના
સલમાન-કરીનાએ બિગ બૉસના શનિવારના એપિસોડમાં ખૂબ મસ્તી કરી.

સલમાન-કરીના
સલમાને કરીનાનું ખૂબ જ મનોરંજક રીતે સ્વાગત કર્યું.

સલમાન-કરીના
સલમાને કરીના કપૂર સાથે તેમના લગ્ન અંગે ઘણી વાતો કરી.

સલમાન-કરીના
કરીનાએ જણાવ્યું કે તેઓ ખાનોના ફેવરિટ છે અને તેથી તેમણે પોતાનું નામ કરીના કપૂર ખાન રાખી લીધું છે.

સલમાન-કરીના
સલમાને પોતાના પણ ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે ગીતમાં ચુલબુલ પાન્ડેએ જ વધુ મનોરંજન કર્યું છે.

સલમાન-કરીના
કરીનાએ જણાવ્યું કે દબંગ ફિલ્મમાં આવી તેઓએ પણ ખૂબ દબંગ રીતે ડાંસ કર્યો.

સલમાન-કરીના
સમગ્ર શો દરમિયાન એક વાર પણ કરીનાને આમિરની તલાશ ફિલ્મની યાદ આવી નહીં અને તેમણે ફિલ્મનું નામ સુદ્ધા લીધું નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
