Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે દુબઈમાં ખરીદ્યુ આલીશાન ઘર, શું રહેશે સાથે?

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ બંનેના ચાહકો માટે સારા સમાચાર એ છે કે કપલે દુબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યુ છે.

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવીના સૌથી પ્રેમાળ લવબર્ડ્ઝમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. 'બિગ બૉસ' દરમિયાન બંનેનો પ્રેમ ખીલ્યો હતો. શો પૂરો થયાના વર્ષો પછી પણ બંને રિલેશનશિપમાં છે અને દરરોજ સમાચાર અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. ઘણી વાર બંનેના લગ્નની અફવાઓ પણ ઉડી છે. હાલમાં બંનેના ચાહકો માટે સારા સમાચાર એ છે કે કપલે દુબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. મળતી માહિતી મુજબ પ્રોપર્ટી લૉન્ચ પ્રસંગે બંનેને ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમને પ્રોપર્ટી એટલી ગમી ગઈ કે તેમણે તેને ખરીદવાનુ મન બનાવી લીધુ.

દુબઈ ઉપરાંત ગોવા અને મુંબઈમાં પણ ઘર

દુબઈ ઉપરાંત ગોવા અને મુંબઈમાં પણ ઘર

બંનેનું આ ઘર દુબઈના ખૂબ જ પૉશ વિસ્તારમાં છે. તે ખૂબ મોટુ છે જેમાં ખાનગી પૂલ પણ છે. તમને જણાવી દઈએ કે દુબઈ સિવાય તેજસ્વી અને કરણ કુન્દ્રાના ગોવા અને મુંબઈમાં પણ ઘર છે. બંને જ્યારે પણ સમય મળે ત્યાં જાય છે. હવે દુબઈમાં નવું ઘર ખરીદ્યા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે શું બંનેએ દુબઈમાં સાથે રહેવા માટે આ ઘર ખરીદ્યુ છે.

બધુ બરાબર ચાલી રહ્યુ છે પરંતુ ...

બધુ બરાબર ચાલી રહ્યુ છે પરંતુ ...

જો કે, તેજસ્વી અને કરણ કુન્દ્રા ફિલ્મ અને ટીવીની દુનિયા સાથે જોડાયેલા છે અને તેમનો મોટાભાગનો સમય મુંબઈમાં વિતાવે છે. થોડા દિવસો પહેલા કરણ કુન્દ્રાએ ફિલ્મી મિર્ચી સાથે લગ્નની વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે બધુ બરાબર ચાલી રહ્યુ છે પરંતુ તે ઈચ્છે છે કે તેજસ્વીના કેટલાક લક્ષ્યો છે જે તે પૂરા કરે.

કરણ કુંદ્રા તેને કહે છે બેબી

કરણ કુંદ્રા તેને કહે છે બેબી

તમને જણાવી દઈએ કે તેજસ્વીએ પોતે ખુલાસો કર્યો હતો કે કરણ તેને બેબી-બેબી કહે છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેજસ્વીએ કહ્યું, 'કરણ ઘણીવાર મને કહે છે કે તે પોતે પણ આશ્ચર્યચકિત થાય છે કારણ કે તેણે ક્યારેય વિચાર્યુ ન હતુ કે તે ક્યારેય સંબંધમાં 'બેબી' વિશે વાત કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X