શું? માત્ર 11 રુપિયા માટે વિલન બન્યા કરણ!
મુંબઈ, 5 જૂન : છે ન વિચિત્ર વાત...? પણ આ હકીકત એ જ છે કે બૉલીવુડા જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જૌહર હવે આપને રૂપેરી પડદે એક વિલનના રોલમાં દેખાનાર છે. જાણવા મળે છે કે અનુરાગ કશ્યપની આવનાર ફિલ્મ બૉમ્બે વેલ્વેટમાં કરણ જૌહર વિલનનો રોલ કરવા જઈ રહ્યાં છે. તે પણ માત્ર 11 રુપિયામાં!

કરણ આ રોલ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્મા છે. આ જોડી પહેલી વાર આવી રહી છે. ખેર, આપણે કરણ જૌહરની વાત કરતા હતાં. કરણ જૌહર આજકાલ આશ્ચર્યજનક કામો કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે એક બાળક દત્તક લેવાની વાત કરી હતી.
એવું નથી કે કરણ જૌહર પ્રથમ વાર કોઈ ફિલ્મમાં નજરે પડશે. તેઓ અગાઉ એક ફિલ્મમાં કામ કરી ચુકયાં છે. તે ફિલ્મ હતી કરણના ખાસ મિત્રો શાહરુખ ખાન અને આદિત્ય ચોપરાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે કે જે ગોલ્ડન જ્યુબિલી હતી. આ ફિલ્મમાં કરણે કૅમિયોનો રોલ કર્યો હતો.
કાયમ કંઇક ડિફરંટ કરનાર કરણ જૌહર એક બહેતરીન ટેલીવિઝન હોસ્ટ, શાનદાર ફિલ્મમેકર, રિયાલિટી શોના સારા જજ, ટૅલેંટેડ કોરિયોગ્રાફર તથા સુંદર ડિઝાઇનર પણ છે. જોઇએ મલ્ટીટૅલેંટેડ કરણ જૌહર પાસેથી માત્ર 11 રુપિયામાં અનુરાગ કશ્યપ અભિનય કેવો કરાવે છે, કારણ કે અનુરાગ પણ મહારથી છે. કહેવું પડશે કે કરણ જૌહરના આ રોલના કારણે જ બૉમ્બે વેલ્વેટ ફિલ્મ અત્યારથી ચર્ચાનો વિય બની ગઈ છે.












Click it and Unblock the Notifications
