કરણે એકતા-શાહરુખને ભારે નુકસાનમાંથી ઉગાર્યાં
મુંબઈ, 15 જૂન : સમાચાર આવ્યા હતાં કે બાલાજી મોશનના પ્રમુખ એકતા કપૂર કે જેઓ કોઈનું નથી સાંભળતાં, તેમણે અચાનક જ પોતાની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ અગેનની ડેટ એક સપ્તાહ આગળ વધારી દીધી અને તે પણ શાહરુખના કહેવા પર. આ વાત કોઈને હજમ નહોતી થતી. તેથી ફિલ્મી પંડિતોએ મૂળ કારણ શોધવાના પ્રયત્ન કર્યાં અને વિશ્વાસ કરો કે હકીકત સાચે જ સામે આવી ગઈ. સમાચાર આવી રહ્યાં છે કે એકતાએ આ બધુ પોતાના મિત્ર કરણ જૌહરના કહેવા પર કર્યું છે.

કરણ જૌહર એક સફળ ફિલ્મકાર છે. માર્કેટને સારી પેઠે સમજે છે. તેથી તેમણે બિઝનેસના પાસાએથી એકતાને સમજાવવાની કોશિશ કરી કે જો બે મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે, તો તેનાથી કોઈને પણ ફાયદો નહિં થાય. આ વાત એકતા કપૂર સમજી ગયાં અને તેમણે પોતાની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મની ડેટ એક સપ્તાહ આગળ ખસેડી નાંખી. હવે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ 8મી ઑગસ્ટે અને અક્ષય કુમાર અભિનીત ઓયૂટીઆઈએમએ ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થશે. આમ કરણે પોતાના બંને મિત્રોને પોતાની કુનેહથી નુકસાનમાંથી ઉગારી લીધાં. ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણે છે, જ્યારે ઓયૂટીઆઈએમએમાં અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન છે.
નોંધનીય છે કે અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે શાહરુખે ઓયૂટીઆઈએમએના નિર્માતા એકતાના પિતા જિતેન્દ્ર સાથે વાત કરી હતી કે તેઓ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દ્યો. જિતેન્દ્રે સમયનો તકાજો સમજ્યો અને બંને ફિલ્મોને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો કે તેઓ પોતાની ફિલ્મ એક સપ્તાહ બાદ રિલીઝ કરશે. શાહરુખે દિલથી જિતેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમણે વરિષ્ઠ હોવાના નાતે મોટાપણું નિભાવ્યું, પણ આ કિસ્સાની પાછળ જિતેન્દ્ર નહિં, બલ્કે કરણ જૌહર હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
