બીજી વાર પપ્પા બન્યા કપિલ શર્મા, પત્ની ગિનીએ આપ્યો દીકરાને જન્મ, ટ્વીટર પર કહી આ વાત
કૉમેડી કિંગના ચાહકો માટે ખુશખબરી છે કારણકે કપિલ શર્મા બીજી વાર પપ્પા બની ગયા છે.
Kapil Sharma-Ginni Chatrath welcome baby boy, comedian made the announcement with a tweet: કૉમેડી કિંગના ચાહકો માટે ખુશખબરી છે કારણકે કપિલ શર્મા બીજી વાર પપ્પા બની ગયા છે. તેની પત્ની ગિન્ની ચતરશે સોમવારે સવારે 5.30 વાગે દીકરાને જન્મ આપ્યો છે. કપિલે આ માહિતી ખુદ ટ્વિટર પર આપી છે. કપિલે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે નમસ્કાર, 'આજે સવારે અમને ભગવાનના આશીર્વાદ રૂપે એક દીકરો મળ્યો છે. ઈશ્વરની કૃપાથી બાળક અને મા બંને સ્વસ્થ છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાઓ માટે બધાનો આભાર. ગિન્ની અને કપિલ.' કપિલ શર્માએ આ ટ્વિટ કરતા જ ફેન્સ તેને ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપી રહ્યા છે.

ઑફ એર થશે કપિલનો શો
તમને જણાવી દઈએ કે હાલમાં જ કપિલ શર્માએ ટ્વિટર પર પોતાના લાંબા બ્રેકની ઘોષણા કરી હતી. જેના કારણે તેનો ધ કપિલ શર્મા શો ઑફ એર થવા જઈ રહ્યો છે. વાસ્તવાં કપિલે જણાવ્યુ હતુ કે તે પોતાનો સમય હવે ફેમિલીને આપવા માંગે છે કારણકે તેની પત્ની ફરીથી મા બનવાની છે માટે તેણે એક શૉર્ટ બ્રેક લેવાની વાત વિચારી છે. મીડિયાના સૂત્રો મુજબ જૂનમાં કપિલનો શો ફરીથી સોની પર કમબેક કરશે.

ફિલ્મી પટકથા કમ નથી કપિલ અને ગિન્નીની પ્રેમ કહાની
તમને જણાવી દઈએ કે કપિલ અને ગિન્નીની પ્રેમ કહાની કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન કપિલે પોતાની અને ગિન્નીની પ્રેમ કહાનીનો ઉલ્લેખ કર્યો હતો. કપિલે કહ્યુ હતુ, 'ગિન્ની જાલંધરની એક કૉલેજમાં ભણતી હતી જ્યાં હું સ્કૉલરશિપ હોલ્ડર હતો કારણકે હું થિયેટરમાં નેશનલ વિનર હતો અને પૉકેટ મની કમાવવા માટે પ્લે ડાયરેક્ટ કરતો હતો. જ્યારે ગિન્નીની કૉલેજમાં ઑડિશન લેવા ગયો ત્યારે 2005માં તેની સાથે મુલાકાત થઈ હતી.'

ગિન્ની 19ની અને હું 24નોઃ કપિલ શર્મા
કપિલ શર્માએ આગળ જણાવ્યુ કે, 'પહેલી મુલાકાત સમયે ગિન્ની 19 વર્ષની હતી અને 24નો હતો. હું ઑડિશન લઈને છોકરીઓને રોલ વિશે સમજાવી સમજાવીને થાકી ગયો. અને ગિન્નીને ઑડિશનની જવાબદારી સોંપી દીધી કારણકે તે બહુ સારુ કામ કરી રહી હતી. રિહર્સલ દરમિયાન તે મારા માટે જમવાનુ લાવવા લાગી ત્યારે હું વિચારતો હતો કે આ બધુ તે રિસ્પેક્ટના કારણે કરી રહી છે પરંતુ ગિન્નીએ આ ઈન્ટરવ્યુમાં કહ્યુ કે તે ત્યારથી જ કપિલને પસંદ કરવા લાગી હતી.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
