'કાંતારા'નો ક્રેઝ 100 દિવસ પછી પણ ઘટ્યો નથી, હજુ કરી રહી છે થિયેટરોમાં રાજ
20 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ કાંતારાએ આજે થિયેટરોમાં 100 દિવસ પૂરા કરી લીધા છે.
Kantara 100 days: 'કાંતારા'એ 2022માં જે રીતે દર્શકોના દિલો પર રાજ કર્યુ એ કોઈ જાદૂથી કમ નહોતુ. હોમ્બ્લે ફિલ્મ્સે ભારતનાદિલમાંથી 'કાંતારા'ની મનોરંજક અને આકર્ષક કહાની સાથે પોતાની બ્લૉકબસ્ટર લિસ્ટમાં વધુ એક ગૌરવ ઉમેરી દીધુ છે. આ ફિલ્મે પહેલા દિવસે દર્શકોના મન પર ઉંડી છાપ છોડી હતી એટલુ જ નહિ દુનિયાભરમાંથી તેને પ્રશંસા મળી. 20 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મે આજે થિયેટરોમાં 100 દિવસ પૂરા કરી લીધા છે.

હોમ્બ્લે ફિલ્મ્સે કરી ઉજવણી
હોમ્બલે ફિલ્મ્સે આ ખાસ દિવસની ઉજવણી કરીને ફિલ્મના 100 દિવસના પોસ્ટર સાથે તેના સોશિયલ મીડિયા પર એક નોંધ શેર કરી અને તેને કેપ્શન આપ્યુ, '#DivineBlockbusterKantara ના 100 દિવસની ઉજવણી, એક એવી ફિલ્મ જે આપણે હંમેશા યાદ રાખીશુ. જે આપણને આપણા મૂળમાં પાછા લઈ ગઈ અને આપણી પરંપરાઓથી આપણને આશ્ચર્યચકિત કરી દીધા. જેણે પણ આ ફિલ્મ બનાવી છે તેને ધન્યવાદ. #Kantara #100DaysOfKantara.

કાંતારા 2022ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક
કાંતારા 2022ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે જે ખરેખર વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બની છે. આ ફિલ્મને માત્ર પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ જ મળ્યો નથી પરંતુ ક્રિકેટથી લઈને મનોરંજન સુધીના વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ અને સેલિબ્રિટીઓએ આ ફિલ્મને સ્વીકારી હતી અને ફિલ્મ માટે તેમનો ટેકો અને પ્રેમ દર્શાવ્યો હતો.

100 દિવસ પછી પણ લોકોમાં જોવા મળી રહ્યો છે ક્રેસ
નોંધનીય બાબત એ છે કે ફિલ્મની ઓટીટી રિલીઝ થયા પછી પણ તે થિયેટરોમાં ચાલી રહી છે અને દર્શકો જોવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે લોકોનો ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ અત્યારે પણ ઓછો થયો નથી. કાંતારાનુ કન્નડ વર્ઝન અને હિન્દી વર્ઝન 30 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરે રિલીઝ થયુ હતુ. આ ફિલ્મ ઋષભ શેટ્ટીએ લખી છે અને નિર્દેશિત કરી છે. હોમ્બલે ફિલ્મ્સ હેઠળ વિજય કિરાગંદુર અને ચાલુવે ગૌડા દ્વારા નિર્મિત, આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી, સપ્તમી ગૌડા અને કિશોર કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
