કંગનાનો મુજરો : કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ...
મુંબઈ, 15 માર્ચ : કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ... બોલ ઉપર મુજરો કરવા તૈયાર છે કંગના રાણાવત. ફિલ્મ રજ્જોમાં કંગના રાણાવત મુજરો કરી પોતાની જાતમાં રેખાની ઝલક દાખવવાની કોશિશ કરશે.

વિશ્વાસ પાટિલ દિગ્દર્શિત રજ્જો ફિલ્મમાં કંગના રાણાવત મુજરો કરવાનાં છે અને તે માટેનું શૂટિંગ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં મહેશ માંજરેકર પણ છે કે જેઓ સ્ત્રીના વેશમાં દેખાય છે.
કંગના રાણાવત હાલ પોતાની આવનાર ફિલ્મ આઈ લવ એનવાયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમના હીરો છે સન્ની દેઓલ. કંગનાની સન્ની સાથે આ પ્રથમ ફિલ્મ છે.
દરમિયાન કંગના ને વિશ્વાસ પાટિલની રજ્જો ફિલ્મમાં મુજરો કરવાની ઑફર મળી કે જે તેમણે તરત સ્વીકારી લીધી. એમ પણ કંગનામાં લોકો રેખાની છબી જુએ છે. રેખા પોતાના ફિલ્મી કૅરિયરમાં મુજરો કરવાની બાબતમાં ખૂબ જ જાણીતાં રહ્યા હતાં. મુકદ્દર કા સિકંદર, સુહાગ, ઉમરાવ જાન જેવી ફિલ્મોમાં રેખાના મુજરા ગીતો યાદગાર છે.
હવે વિશ્વાસ પાટિલ કંગનાના રેખા લુકને વટાવવા માંગે છે અને તેમણે કંગના રાણાવતને પોતાની ફિલ્મ રજ્જોમાં મુજરો કરવા માટે કહ્યું અને કંગનાએ તે સ્વીકારી પણ લીધું. કંગના જે ગીત ઉપર મુજરો કરવાનાં છે, તેના બોલ છે કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ... આ ગીતનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
કંગના રાણાવતે ત્રણ વર્ષની કત્થકની તાલીમ લીધેલી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
