Shocking: કંગના અને બાહુબલીના રોમાન્સની વાતો તમે સાંભળી?
કંગના રાણાવત અને બાહુબલી એક્ટર પ્રભાસ સાથે કામ કરી ચૂક્યાં છે, જો કે, એક ઝગડા બાદ બંન્ને વચ્ચે વાચતીત સુદ્ધાનો સંબંધ નહોતો રહ્યો.
ફિલ્મ બાહુબલી 2 રિલીઝ થયા બાદ ચારે બાજુ આ ફિલ્મની જ ચર્ચાઓ સાંભળવા મળે છે. રિલીઝને ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં લોકો હજુ પણ બાહુબલી વિશે જ વાતો કરી રહ્યાં છે. ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ્સ તોડ્યાં છે અને ફિલ્મના કલાકારોની લોકપ્રિયતા આભને આંબી રહી છે. બાહુબલી પ્રભાસ ના લવ કન્ફેશન બાદ હવે કંગના રાણાવતે પોતાના અને પ્રભાસ અંગે એક મોટો ખુલાસો કર્યો છે.

પ્રભાસના વખાણ કરતાં નથી થાકતી કંગના
બાહુબલી 2માં પ્રભાસની એક્ટિંગના વખાણ તો સૌ કોઇ કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ મીડિયાએ પણ આ ફિલ્મમાં પ્રભાસના ખૂબ વખાણ કર્યાં છે, હવે બોલિવૂડની ક્વીન કંગનાનું નામ પણ આ લિસ્ટમાં ઉમેરાઇ ગયું છે. તે પ્રભાસના વખાણ કરતાં થાકતી નથી અને તેણે પ્રભાસના વખાણ કરતાં કરતાં પોતાના અને પ્રભાસ અંગેનું એક મોટું રહસ્ય લોકો સમક્ષ મુકી દીધું છે.

કંગના અને પ્રભાસનો રોમાન્સ
શું તમને ખબર છે કે પ્રભાસ અને કંગના સાથે કામ કરી ચૂક્યાં છે? જી હા, પ્રભાસ અને કંગના રાણાવત એક તેલુગુ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યાં છે. આ ફિલ્મમાં તેમના અનેક રોમેન્ટિક સિન હતા, જે લોકોને ખૂબ પસંદ પણ પડ્યા હતા.

બંન્ને ખૂબ ઝગડતા હતા
જો કે, કંગનાએ જે ચોંકાવનારી વાત લોકોને કહી છે, તે આ ફિલ્મ નથી. આ કંગના અને પ્રભાસના કરિયરના શરૂઆતના દિવસોની વાત છે. ત્યારે કંગના અને પ્રભાસ ખૂબ ઝગડતા અને આ ફિલ્મ દરમિયાન એક દિવસ બંન્ને વચ્ચે એટલો મોટો ઝગડો થયો કે બંન્નેએ એકબીજા સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું.

કંગનાએ જોઇ ફિલ્મ બાહુબલી 2
કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં આગળ કહ્યું કે, મેં બાહુબલી ફિલ્મ જોઇ છે અને આ ફિલ્મ જોઇ મારા મોઢામાંથી જે પહેલો શબ્દ નીકળ્યો તે હતો WOW! હું પ્રભાસના અચિવમેન્ટ્સથી ખૂબ ખુશ છું અને મને આશા છે કે તે પણ કંઇક આવું જ ફીલ કરતાં હશે.

પ્રભાસની સક્સેસ જોઇ ખૂબ ખુશ છું
કંગનાએ પ્રભાસ અંગે વાત કરતાં કહ્યું કે, હું પ્રભાસને સારું કામ કરતાં જોઇ અને તેને મળેલ સક્સેસ જોઇ હું ખૂબ ખુશ છું. તે ખૂબ જ સારા વ્યક્તિ છે. તે વખતે અમે ખૂબ લડતા હતા. મને યાદ છે એકવાર અમારી ખૂબ ભયંકર લડાઇ થઇ હતી અને અમે સદંતર વાતચીત બંધ કરી દીધી હતી.

આ ફિલ્મમાં કર્યું હતું કામ
આ બંન્ને સ્ટાર્સ પુરી જગન્નાથની ફિલ્મ એક નિરંજનમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મની વાર્તા પ્રભાસના કેરેક્ટરની આસપાસ ફરે છે, જે અપરાધીઓને પકડી પોલીસને સોંપવાનું કામ કરે છે અને બદલામાં તેના પૈસા લે છે. આ ફિલ્મમાં કંગનાના પાત્રનું નામ હતું સમીરા. ફિલ્મ વર્ષ 2008માં ફેશન બાદ રિલીઝ થઇ હતી.

તેલુગુ અને તમિલ ફિલ્મો
ઘણા ઓછાને ખબર હશે કે, કંગના હિંદી ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. પ્રભાસ સાથે આવેલ ફિલ્મ તેલુગુ ભાષામાં હતી. તે સમયે પ્રભાસનો તેલુગુ દર્શકોમાં સારો એવો ફેનબેઝ હતો, આમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ કમાલ નહોતી દેખાડી શકી.
{promotion-urls}
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
