Pics : ડિફરંટ લુક્સમાં દેખાશે કંગના રાણાવત
મુંબઈ, 27 સપ્ટેમ્બર : બૉલીવુડમાં ગૅંગસ્ટર ગર્લ તરીકે સ્થાપિત કંગના રાણાવત આગામી સમયમાં ડિફરંટ લુક્સમાં દર્શકો સામે આવશે. કંગનાની આવનારી ફિલ્મો તેમને ડિફરંટક લુક્સમાં રજૂ કરશે.
અત્યાર સુધી લવર ગર્લ અને નાજુક અભિનેત્રી તરીકેના રોલ કરી ચુકેલા કંગના રાણાવત સમજી ચુક્યાં છે કે બૉલીવુડમાં ટકી રહેવા માટે કંઇક ડિફરંટ કરતાં રહેવું પડશે અને તેમની આ સમજણ તેમની આવનારી ફિલ્મો તથા તેમના નામોથી સ્પષ્ટ વર્તાઈ આવે છે.
કંગના રાણાવતની સૌથી મહત્વની ફિલ્મ ક્રિશ 3 છે કે જેમાં તેઓ સુપર વુમનનો રોલ કરી રહ્યાં છે. હૃતિક રોશન અને વિવેક ઓબેરૉય સાથેની આ ફિલ્મ 4થી નવેમ્બરે રિલીઝ થવાની છે. કંગના ક્રિશ 3 ફિલ્મમાં એક અલગ જ સ્વરૂપે દર્શકો સામે આવશે, તો તેમની વધુ એક ફિલ્મ રજ્જો પણ 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે કે જેમાં તેઓ એક મુસ્લિમ નર્તકીનો રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં સત્તર વર્ષનો છોકરો પારસ તેમનો હીરો બન્યો છે.
દરમિયાન કંગનાએ તાજેતરમાં જ રિવૉલ્વર રાણી ફિલ્મ પણ સાઇન કરી છે. ફિલ્મના નામ પરથી જ સ્પષ્ટ છે કે તેમાં કંગના કોઈ લવર ગર્લનો રોલ નહીં કરે. તેવી જ રીતે કંગનાની વધુ એક ફિલ્મ ક્વીન પણ કંઈક એવા જ વિષય પર આધારિત ફિલ્મ હશે.
આવો તસવીરો સાથે જાણીએ કંગના રાણાવત વિશે વધુ વિગતો :

રજ્જોનો ફર્સ્ટ લુક
વિશ્વાસ પાટિલની ફિલ્મ રજ્જોનો ફર્સ્ટ લુક જાહેર થઈ ગયો છે. તેમાં કંગના રાણાવત એક મુસ્લિમ નર્તકીનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં મુજરા કરનાર મહિલાઓની ખરાબ સ્થિતિ વિશે પણ કહેવાયું છે.

કલેજા હાજિર હૈ
રજ્જો ફિલ્મમાં કંગના રાણાવત કલેજા હાજિર હૈ... મુજરો પણ કરવાનાં છે. રજ્જો 15મી નવેમ્બરે રિલીઝ થશે.

સુપર વુમન
રજ્જો પહેલા ક્રિશ 3 ફિલ્મ રિલીઝ થશે કે જેમાં કંગના રાણાવત નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મમાં તેમણે સુપર વુમનનો રોલ કર્યો છે.

રિવૉલ્વર રાણી
કંગનાએ તાજેતરમાં જ રિવૉલ્વર રાણી ફિલ્મ સાઇન કરી છે. તે અંગે તેમનું કહેવું છે કે રિવૉલ્વર રાણીમાં મારો રોલ ખૂબ જ મુશ્કેલ છે. મને લાગે છે કે રિવૉલ્વર રાણીમાં મારો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ રોલ છે.

ક્વીન
કંગનાની વધુ એક ફિલ્મ ક્વીન પણ છે. ફિલ્મના નામ ઉપરથી સ્પષ્ટ છે કે તેઓ આ ફિલ્મમાં કંઈક ડિફરંટ લુકમાં લોકો સામે આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
