‘કંગના મારી સાથે કોઈ રમત રમવાની કોશિશ ના કરે, હું પૉર્ન ફિલ્મ નહોતો બનાવી રહ્યો'
પહલાજ નિહલાનીએ કંગનાના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે કંગના મારી સાથે કોઈ રમત ન રમે આ સારુ રહેશે કારણકે મારી પાસે એની સાથે રમત રમવા માટે ઘણુ બધુ છે.
કંગના રનોત ફરીથી એક વાર સમાચારોમાં છવાઈ છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં કંગનાએ ઘણા એવા નિવેદનો આપ્યા છે જે વિવાદના કારણ બની શકે છે. આમાનુ જ એક નિવેદન તેની પહેલી ફિલ્મ વિશેનું છે. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે બોલિવુડમાં તેને સૌથી પહેલી ફિલ્મ પહલાજ નિહલાનીએ ઑફર કરી હતી. પરંતુ તે સેમી પૉર્ન પ્રકારની ફિલ્મ હતી એટલા માટે કંગનાએ એ ફિલ્મ છોડી દીધી.

ફોટાના પ્રચાર પર દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા
પહલાજ નિહલાનીએ કહ્યુ, ‘મે એ ફોટાના પ્રચાર પર દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા અને ત્રણ ગીતો માટે શૂટ કર્યુ હતુ. તેણે ફોટોશૂટ કર્યુ. પરંતુ મારી જાહેરાત અને પોસ્ટરના કારણે જ તેને મહેશ ભટ્ટની ફિલ્મ ગેંગસ્ટર મળી. અને પછી તે મારી ફિલ્મમાંથી પાછી હટી ગઈ.'

કંગના મારી સાથે પંગો ના લે
ફિલ્મમેકરે કહ્યુ, ‘કંગનાએ મને અનુરોધ કર્યો કે અમે એને ગેંગસ્ટરમાં કામ કરવા દઈએ કારણકે કંગનાએ ભટ્ટ કેમ્પ સાથે એક નહિ પરંતુ ત્રણ ફિલ્મોનો કરાર કર્યો હતો. કંગનાએ મારી સાથે રમત ન રમવી જોઈએ. નહિતર મારી પાસે એની સાથે રમત રમવા માટે ઘણી બધી વસ્તુ છે.'

પૉર્ન ફિલ્મ નહોતી
ફિલ્મ વિશે વાત કરતા પહલાજ નિહલાનીએ જણાવ્યુ કે, ‘આ એક યુવા ફિલ્મ હતી. જેમાં તે પરિણીત હતી. મે લીડ ભૂમિકા માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો હતો. એ ચીની કમ જેવી હતી. અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી કારણકે તે બીજા કોઈ પ્રોજેક્ટ્સમાં બિઝી હતી. એ ક્યારેય પૉર્ન ફિલ્મ નહોતી અને હું ક્યારેય એ પ્રકારની ફિલ્મોમાં રસ ધરાવતો નથી.'

કંગનાનું નિવેદન
પોતાના બોલિવુડ સફરના પ્રારંભિક દિવસો વિશે વાત કરતા કંગનાએ જણાવ્યુ કે બોલિવુડમાં તેને સૌથી પહેલા પહલાજ નિહલાનીએ એક ફિલ્મની ઑફર આપી હતી, જેનુ નામ હતુ, ‘આઈ લવ યુ બૉસ'. જેના માટે તેમણે કંગના સાથે એક ફોટોશૂટની વાત કરી હતી. ફિલ્મની કહાની એક યુવાન છોકરીની હતી જે પોતાના બૉસને પ્રેમ કરવા લાગે છે. આ ઘણી બોલ્ડ પ્રકારની ફિલ્મ હતી.

કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ
કંગનાએ કહ્યુ, ‘જ્યારે હું ફિલ્મ માટે ફોટોશૂટ કરાવવા પહોંચી તો તેમણે મને એક બાથરોબ આપ્યુ... કોઈ અંડરગાર્મેન્ટસ આપ્યા જ નહિ. અને બાથરોબ સાટીનનું હતુ. મારે એ બાથરોબ પહેરીને એક પગ કાઢીને હૉટ પોઝ આપવાનો હતો. મે કહ્યુ, કમસે કમ એક ટેપ આપી દો પરંતુ કોઈએ સાંભળ્યુ નહિ. કહી શકીએ કે તે એક બી ગ્રેડ ફિલ્મ હતી.'

ફોટોશૂટ બાદ હું ગાયબ થઈ ગઈ
કંગનાએ જણાવ્યુ, ‘જેમતેમ કરીને મે એ ફોટોશૂટ કરાવ્યુ... પરંતુ ત્યારબાદ હું ગાયબ થઈ ગઈ. મે મારો નંબર બદલી દીધો. ક્યાંકને ક્યાંક મને અંદાજ હતો કે આ ફિલ્મ મારા માટે યોગ્ય નથી. મે મારા દિલની વાત સાંભળી અને એ ફિલ્મ છોડી દીધી. પછી મને અનુરાગ બસુની ગેંગસ્ટર માટે પસંદ કરવામાં આવી અને એ મારી ડેબ્યુ ફિલ્મ બની.'

મને હૉટ પોઝ આપવામાં કોઈ સંકોચ નથી
કંગનાએ કહ્યુ, ‘હું એવી યુવતી નથી કે ક્લીવેઝ નથી બતાવવાના, અને આ સીન નથી કરવાના અને પેલા નથી કરવાના. પરંતુ એ સમયે એ ફિલ્મ મારા માટે યોગ્ય નહોતી. હું પહેલી ફિલ્મથી જ મારા માટે કોઈ છબીમાં બંધાવા નહોતી માંગતી. હું પોતાને નસીબદાર માનુ છુ કે મને ગેંગસ્ટર કે ફેશન જેવી ફિલ્મો મળી, જે મને ઉપર લઈ ગઈ.' કંગનાએ કહ્યુ, ‘તેના માટે પણ આ સફર સરળ નથી રહી. જ્યારે તે બોલિવુડમાં પગ મૂકવાની હતી ત્યારે તેના માતાપિતા ઘણા ગભરાયેલા હતા કારણકે અહી ઘણી અલગ અલગ માનસિકતાના લોકો રહે છે. એટલે મારે દરેક પગલુ સમજી વિચારીને મૂકવાનુ હતુ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
