મુસીબતમાં આદિત્ય પંચોલી, રંગોલીએ શોષણની ફરિયાદ નોંધાવી
અભિનેત્રી કંગના રનૌતની સાથે સાથે આજકાલ તેની બહેન રંગોલી પણ બોલોવુડની મોટી સેલિબ્રિટી સાથે પંગો લેવા લાગી છે.
અભિનેત્રી કંગના રનૌતની સાથે સાથે આજકાલ તેની બહેન રંગોલી પણ બોલોવુડની મોટી સેલિબ્રિટી સાથે પંગો લેવા લાગી છે. રંગોલીએ કંગના અને આદિત્ય પંચોલીના 10 વર્ષ જૂના વિવાદને ફરી ચાલુ કર્યો છે. તેણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પંચોલી સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: આલિયા જેવા લોકો બીજાના કામ છીનવે, મોટા પ્રોડ્યુસર પાસે ભીખ માંગે છેઃ રંગોલી

10 વર્ષ પહેલાં કર્યું હતું મારી બહેનનું શોષણ
રંગોલીએ તેની ફરિયાદમાં લખાવ્યું છે કે 10 વર્ષ પહેલાં, પંચોલીએ કંગનાને અપશબ્દો કહ્યા હતા અને તેનું શોષણ કર્યું હતું. કંગનાએ ઘણી વાર કહ્યું છે કે આદિત્ય પંચોલીએ તેનું શોષણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે તે ઇંડસ્ટ્રીમાં નવી આવી હતી, ત્યારે પંચોલીએ તેમનું શારીરિક અને જાતીય શોષણ કર્યું હતું.

પંચોલીથી બચવા માટે છત પરથી કુદવું પડ્યું હતું
કંગનાએ ત્યારે એમ પણ કહ્યું હતું કે પંચોલીએ તેને ઘરમાં કેદ કરીને રાખી હતી. તેનાથી બચવા માટે તેઓને પ્રથમ માળેથી કુદવું પડ્યું હતું. કંગનાના આ આક્ષેપો પછી, બોલીવુડમાં સનસની મચી ગઈ હતી. તો પંચોલીએ આ બધા માટે કંગના સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

કંગનાના વકીલે આપી રેપના આરોપની ધમકી
રંગોલી ઉપરાંત, પંચોલીએ પણ વર્સોવા પોલીસ સ્ટેશનમાં જ એક ફરિયાદ નોંધાવી છે. માનહાનીના કેસ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, કંગના, રંગોલી અને તેમના વકીલ રીજવાન સિદ્દીકી પર ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો. સિદ્દીકીએ મને 6 જાન્યુઆરી, 2019 ના રોજ રેપના કેસમાં પણ ધમકી આપી હતી. આ મહિનાની શરૂઆતમાં મેં સિદ્દીકી, કંગના અને રંગોલી સામે પોલીસને મારી અરજી રજૂ કરી હતી. મેં આ વીડિયો પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જમા કરાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
