પ્રિયંકાના સપોર્ટમાં આવી કંગના રનોત, પાકિસ્તાનીઓને આપ્યો જોરદાર જવાબ

બોલિવુડ ક્વીન કંગના રનોતે પ્રિયંકા ચોપડાને સપોર્ટ કરીને પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે.

હાલમાં પ્રિયંકા ચોપડા એક પાકિસ્તાની મહિલાને બેબાક જવાબ આપવાના કારણે સમાચારોમાં છવાયેલી છે. એટલુ જ નહિ પ્રિયંકાના આ બેબાક જવાબના કારણે પહેલા તો પાકિસ્તાની અભિનેત્રીએ તેને યુએન ગુડવિલ એમ્બેસેડર પદેથી હટાવવાન માંગ કરી હતી અને હવે પાકિસ્તાનીના માનવાધિકાર પંચના મંત્રીએ યુએનને પત્ર લખીને આ માંગ ફરીથી કરી છે પરંતુ આ દરમિયાન બોલિવુડ ક્વીન કંગના રનોતે પ્રિયંકા ચોપડાને સપોર્ટ કરીને પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે.

કંગનાએ પાકિસ્તાનીઓ આપ્યો જોરદાર જવાબ

કંગનાએ પાકિસ્તાનીઓ આપ્યો જોરદાર જવાબ

પોતાના બિન્દાસપણા માટે જાણીતી કંગનાએ કહ્યુ કે જ્યારે તમને ડ્યુટી અને ઈમોશન વચ્ચે ફસાયેલા હોય ત્યારે કોઈ એકને પસંદ કરવાનુ મુશ્કેલ હોય છે. યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર હોવાના નાતે તમે તમારી ઓળખ એક દેશ સુધી સીમિત ન રાખી શકો પરંતુ આપણામાંથી કેટલા લોકો રોજ દિમાગ પર દિલને પસંદ કરે છે? પ્રિયંકાએ પણ એ જ કર્યુ.

શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈઅ કે પાકિસતાનના માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ એક ગુડવિલ એમ્બેસેડર કોઈ એક દેશનો નથી હોતો અને જો તે યુદ્ધની તરફેણ કરતા દેખાય તો પછી તેને આ પદ પર રહેવાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. ગુડવિલ એમ્બેસેડર હોવા છતાં જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના અધિકૃત પક્ષને પ્રિયંકા ચોપડા સાર્વજનિક રીતે સમર્થન આપી રહી છે.

પાકિસ્તાનની અભિનેત્રી અમરીના ખાને લખ્યો હતો ખુલ્લો પત્ર

પાકિસ્તાનની અભિનેત્રી અમરીના ખાને લખ્યો હતો ખુલ્લો પત્ર

હાલમાં જ પાકિસ્તાનની અભિનેત્રી અમરીના ખાને પણ યુનિસેફને પત્ર લખીને પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસેડના પદેથી હટાવવાની માંગ કરી હતી. અમરીનાએ પોતાના ખુલ્લા પત્રમાં પ્રિયંકાના ટ્વીટ અને નિવેદનનો હવાલો આપીને કહ્યુ હતુ કે તે દેખીતી અને અપ્રગટ રીતે યુદ્ધનું સમર્થન કરતી રહી છે. એવામાં તમારી સદભાવના દૂત કેવી રીતે હોઈ શકે છે. તેને પદ પરથી હટાવી દેવી જોઈએ.

બ્યુટીકૉન લૉસ એન્જલસ ઈવેન્ટ

બ્યુટીકૉન લૉસ એન્જલસ ઈવેન્ટ

હાલમાં જ પ્રિયંકા ચોપડા બ્યુટીકૉન લૉસ એન્જલસ ઈવેન્ટમાં શામેલ થઈ હતી જ્યાં તે લોકો સાથે મીડિયા સામે પણ આવી પરંતુ આ દરમિયાન કંઈક એવુ બન્યુ જેની કલ્પના કોઈને નહોતી. વાસ્તવમાં આ ઈવેન્ટ દરમિયાન એક પાકિસ્તાની મહિલાએ તેને ઢોંગી-પાખંડી બોલાવીને તેના એક ટ્વીટ પર સવાલ ઉઠાવ્યો હતો જેનો પ્રિયંકાએ જોરદાર જવાબ આપ્યો હતો. મહિલાએ કહ્યુ હતુ કે, ‘તમે પાકિસ્તાનમાં ન્યૂક્લિયર વૉર ભડકાવી રહ્યા છો. તમારે કોઈ પણ રીતે આમાં ન હોવુ જોઈએ...' એક પાકિસ્તાની તરીકે મારા જેવા લાખો લોકો તમને પસંદ કરે છે અને તેમણે તમારા બિઝનેસમાં સપોર્ટ કર્યો છે, તમે આવુ કેવી રીતે કરી શકો છો.

પ્રિયંકાએ આપ્યો હતો જોરદાર જવાબ

પ્રિયંકાએ આપ્યો હતો જોરદાર જવાબ

જેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યુ કે મારા બહુ બધુ દોસ્ત પાકિસ્તાની છે અને હું ભારતથી છુ, યુદ્ધ એ વસ્તુ નથી જેને હું બહુ વધુ પસંદ કરુ છુ પરંતુ હું એક દેશભક્ત છુ, મને માફ કરો જો મે ક્યારેય મારા ચાહકોના વિચારો અને ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય. એક મીડલ ગ્રાઉન્ડ હોય છે જ્યાં આપણે બધાએ ચાલવાનું હોય છે. એ જ રીતે જેમ કદાચ તમે પણ કરો છો. જે રીતે તમે મારી પાસે આવ્યા, અવાજ ના કરો આપણે બધા અહીં પ્રેમ માટે છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X