હવે જાપાનમાં રિલીઝ થશે એક થા ટાઇગર
મુંબઈ, 4 માર્ચ : ગત વર્ષની બમ્પર હિટ ફિલ્મ એક થા ટાઇગર હવે જાપાનમાં પોતાના જલવા પાથરવા આતુર છે. હા જી, આપે સાચુ જ સાંભળ્યું. જાપાનમાં રિલીઝ થશે એક થા ટાઇગર. યશ રાજ બૅનર અને કબીર ખાન દિગ્દર્શિત એક થા ટાઇગર ફિલ્મ હવે જાપાનમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ માહિતી કબીર ખાને જ ટ્વિટર ઉપર આપી છે. સલમાન ખાન અને કૅટરીના કૈફ બંને કબીર ખાન સાથે જાપાન રવાના થઈ ગયાં છે. ફિલ્મ જાપાનમાં 7મી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. સલમાન અને કૅટરીના જાપાન ખાતે ફિલ્મનું પ્રમોશન કરશે. કબીર ખાને જણાવ્યું કે તેમને આતુરતાપૂર્વક તે પળનો ઇંતેજાર છે કે જ્યારે સલમાન જાપાની ભાષામાં લોકો સાથે વાત કરશે. કબીર ખાને જણાવ્યું કે તે અમારા માટે હર્ષ અને ગૌરવનો વિષય છે.
નોંધનીય છે કે ભારતમાં એક થા ટાઇગર એટલે કે ઈટીટી 15મી ઑગસ્ટ, 2012ના રોજ રિલીઝ થઈ હતી અને ગત વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ સાથે પ્રથમ વાર સલમાને યશ બૅનર સાથે કામ કર્યુ હતું. ફિલ્મે ખૂબ જ સરળતાપૂર્વક 200 કરોડનો બિઝનેસ કર્યો હતો. આજે પણ લોકો આ ફિલ્મ ટીવી ઉપર વારંવાર જુએ છે.
એક થા ટાઇગર ફિલ્મ અંગે સલમાન ખાને પણ ટ્વિટ કર્યું છે અને જણાવ્યું છે - હું ફિલ્મના પ્રમોશન માટે ઓસાકા, ક્યૂટો તેમજ ટોકિયોના પ્રવાસે જઇશ. હું ખૂબ ઉત્સુક છે ફિલ્મ અંગે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
