મલયાલમ સિનેમામાં મહિલાઓની સુરક્ષા પર ઉઠ્યા સવાલ, આખરે શું છે 'કોડ', જેની થઈ રહી છે ચર્ચા?
Justice Hema Committee Report: માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં પણ અભિનેત્રીઓને કાસ્ટિંગ કાઉચની પીડાનો સામનો કરવો પડે છે. ઘણી અભિનેત્રીઓએ ઇન્ટરવ્યુ દરમિયાન તેમની આપવીતી પણ સંભળાવી. હવે જસ્ટિસ હેમા કમિટીએ આ મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેના પછી ઈન્ડસ્ટ્રીના તમામ કાળા સત્ય સામે આવ્યા છે.
આ રિપોર્ટમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીની આખી હકીકત સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે નિર્માતા મહિલાઓને ફિલ્મોમાં કામ આપવા માટે હેરાન કરે છે. જો તે આવું ન કરે તો તેને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવે છે.

જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ અનુસાર અભિનેત્રીઓ માટે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણ કે જો તે કોઈ ફિલ્મ સાઈન કરે છે તો નિર્માતા તેની સામે ઘણી શરતો મૂકે છે. આમાં, તેઓ માત્ર કાસ્ટિંગ કાઉચ માટે જ નહીં પરંતુ સેક્સ્યુઅલ ફેવર માટે પણ દબાણ કરે છે. આ દરમિયાન, 'કોડ' જેવા શબ્દની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આખરે 'કોડ' શું છે?
તમને જણાવી દઈએ કે, જે મહિલાઓ નિર્માતાઓ અને નિર્દેશકોની શરતો સાથે સહમત થાય છે, તેમને 'એસોસિયેટ આર્ટિસ્ટ' કોડ નામથી બોલાવવામાં આવે છે. પરંતુ જો કોઈ આની સામે અવાજ ઉઠાવે તો તેનું અપમાન થાય છે. આટલું જ નહીં, તે સ્ત્રી હોય કે પુરુષ, તેમને તરત જ ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે અને કોઈ નિર્માતા તેમની સાથે કામ કરવા તૈયાર થતા નથી. રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ડરના કારણે અભિનેત્રી પોલીસમાં ફરિયાદ નથી કરતી.
5 વર્ષ પછી રીપોર્ટ જાહેર
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગુનેગારોએ કબજો જમાવ્યો છે. પરંતુ હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય બહાર લાવનાર હેમા કમિટીની આ રિપોર્ટ 31 ડિસેમ્બર 2019ના રોજ સબમિટ કરવામાં આવી હતી. આ રિપોર્ટ 5 વર્ષ પછી આવ્યો છે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
