જીશુની ત્રીજી પત્ની બનશે દીપિકા : પીકૂ બની વધુ રસપ્રદ!
મુંબઈ, 13 મે : હૅડિંગ વાંચીને ચોંકી ગયા ને? રામ (રણવીર સિંહ) સાથે રોમાંસના કારણે સતત ચર્ચામાં રહેતી લીલા જીશુની ત્રીજી પત્ની બનશે? એવું કંઈ નથી ભાઈ... દીપિકા પાદુકોણે લગ્ન કરવા નથી જઈ રહી. અમે વાત કરી રહ્યાં છીએ દીપિકાની આગામી ફિલ્મ પીકૂની કે જેમાં તેઓ બર્ફી ફૅમ જીશુ સેનગુપ્તા સાથે રોમાંસ કરવાનાં છે.
ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક શૂજીત સરકારની આ ફિલ્મ પીકૂ હવે વધુ રસપ્રદ થઈ ગઈ છે. ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે જેવા દિગ્ગગજ કલાકારો છે અને હવે તેમાં દીપિકાના નાયક તરીકે બાંગ્લા અભિનેતા જીશુ સેનગુપ્તાને કાસ્ટ કરવામાં આવ્યાં છે.
ચાલો હવે તસવીરો સાથે બતાવીએ કે દીપિકા કઈ રીતે જીશુના ત્રીજા પત્ની ગણાશે ?

ઇલિયાના પ્રથમ પત્ની
જીશુએ બૉલીવુડમાં અનુરાગ બાસુની ફિલ્મ બર્ફી સાથે પ્રવેશ કર્યો હતો. બર્ફીમાં જીશુ સેનગુપ્તા અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝના પતિની ભૂમિકામાં હતાં.

રાણી બીજા પત્ની
જીશુ સેનગુપ્તા હવે પ્રદીપ સરકારની આગામી ફિલ્મ મર્દાનીમાં નજરે પડશે. મર્દાનીમાં જીશુ અભિનેત્રી રાણી મુખર્જીના પતિ તરીકે રોલ કરશે.

દીપિકા બનશે ત્રીજા પત્ની
હવે શૂજીત સરકારે પીકૂમાં જીશુને અભિનેત્રી દીપિકા પાદુકોણેના નાયક તરીકે લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, કારણ કે આ ભૂમિકા સમ્પૂર્ણપણે તેમના અનુકૂળ છે. આમ દીપિકા જીશુના ત્રીજા પત્ની બનશે.

જાતિશ્વર બતાવી
જીશુએ શૂજીત સરકારને પોતાની બાંગ્લા ફિલ્મ જાતિશ્વર બતાવી હતી. તે જોયા બાદ જ સરકાર રાજી થયાં.

આ એક મોટી તક
જીશુ કહે છે - હું જે ફિલ્મ દિગ્દર્શકના વખાણ અને જે અભિનેતાને પ્રેમ કરુ છું, તેની સાથે કામ કરવાની આ હકીકતમાં મોટી તક છે.

બિગ બી સાથે કામ કરવાનું સ્વપ્ન
જીશુએ કહ્યું - મેં જ્યારે નક્કી કર્યું કે મારે અભિનેતા બનવું છે, ત્યારથી જ શ્રીમાન બચ્ચન સાથે કામ કરવાનું મારૂ સ્વપ્ન રહ્યું છે.

ઇરફાનનું પણ સન્માન
તેમણે જણાવ્યું - હું ઇરફાનજીનું પણ સન્માન કરુ છું.

દીપિકા સપનાની રાણી
જીશુએ જણાવ્યું - જ્યાં સુધી દીપિકાનો પ્રશ્ન છે, તો શું તેઓ આજકાલ સૌના સપનાની રાણી નથી?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
