સૂરજ નિર્દોષ, પહેલા જ થયો હતો જિયાનો બળાત્કાર : ઝરીના
મુંબઈ, 14 જૂન : જિયા ખાન આત્મહત્યા કેસ અંગે એક નવી વાત સામે આવી રહી છે કે જિયા ખાન સાથે વિદેશમાં જ રેપ થયો હતો કે જ્યારે તે 14-15 વરસની હતી. તેથી જ તેઓ ભારત આવી ગયા હતાં.

આ ખુલાસો સૂરજ પંચોલીના માતા ઝરીના વહાબે એક મીડિયાકર્મી સાથે વાત કરતા કર્યો. ઝરીનાએ જણાવ્યું કે જિયા ખાન માનસિક રીતે અગાઉથી જ ખૂબ અસલામત તથા પોતાની જાતને એકાકી અનુભવતી હતી. તેથી જ મારા પુત્ર સૂરજે તેની સાથે દોસ્તી કરી કે જેથી તે પોતાની જાતને એકલી ન અનુભવે. સૂરજ હંમેશા તેનું ધ્યાન રાખતો હતો.
ઝરીના વહાબે જણાવ્યું કે જિયા ખાન 25 વર્ષની હતી અને મારો પુત્ર માત્ર 21 વરસનો છે. જિયા તેના કરતા મોટી હતી. મને એ નથી સમજાતું કે જિયાએ પોતાના કરતાં મોટી વયના છોકરા સાથે પ્રેમ કરવાની શું જરૂર હતી? મારા પુત્ર સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપ તથ્યહીન છે. જિયાના માતા રાબિયા ખાને જોશમાં આવી મારા પુત્રને ફસાવ્યો છે, પણ મને વિશ્વાસ છે કે સત્ય સામે આવશે. ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી.
નોંધનીય છે કે બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી સૂરજ પંચોલીને ગુરુવારે 27મી જૂન સુધીની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યું છે. અગાઉ રાબિયા ખાને જણાવ્યુ હતું કે બૉલીવુડમાંથી તેમની ઉપર કેસ પાછો ખેંચી લેવાની ધમકીઓ આવી રહી છે. ઝરીના વહાબે રાબિયા ખાન સાથે મળવાનો પ્રયત્ન પણ કર્યો, પણ રાબિયાએ ઇનકાર કરી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
