Pics : મનીષાના કમબૅકમાં કમળો બન્યો વિલન
મુંબઈ, 21 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા માંડ કૅંસરમાંથી છૂટ્યા હતાં અને બૉલીવુડમાં પુનઃ સક્રિય થવાની તૈયારીમાં હતાં કે તેઓ હવે કમળામાં સપડાયા છે. જોકે આ વખતે ચિંતા જેવું કંઈ નથી અને તેઓ જલ્દીથી સાજા થઈ રહ્યાં છે.
મનીષા કોઈરાલાના મૅનેજરના જણાવ્યા મુજબ મનીષાની હાલતમાં સુધારો છે. તેઓ ધીમે-ધીમે કમળામાંથી બહાર આવી રહ્યાં છે. ઇલુ ઇલુ ગર્લ તરીકે જાણીતા મનીષા કોઈરાલા છેલ્લા લગભગ એક વર્ષથી બૉલીવુડ અને ફિલ્મોથી દૂર છે. તેમને ગર્ભાશયનું કૅંસર થયુ હતું અને તેઓ તેમાંથી મુક્ત થઈ ટુંકમાં જ પુનઃ ફિલ્મોમાં સક્રિય થવાની તૈયારી કરી રહ્યા હતાં.
દરમિયાન મનીષાના મૅનેજર સુબ્રતો ઘોષે જણાવ્યું - મનીષા કોઈરાલાને કમળો થઈ ગયો હતો અને હાલ તેઓ આરામ કરી રહ્યાં છે. તેઓ ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યાં છે. તેઓ ઠીક છે અને મહદઅંશે સ્વસ્થ થઈ ચુક્યાં છે.
નોંધનીય છે કે મનીષા કોઈલાલા ચાલુ મહીનાથી કામે પરત ફરવાના હતાં, પરંતુ હવે કમળો થઈ જતા તેમનું કમબૅક થોડુંક વિલમ્બમાં પડશે. તાજેતરમાં જ ન્યુયૉર્ક ખાતે અંડાશયના કૅંસરની સારવાર કરાવી ભારત ફરનાર મનીષા કોઈરાલાએ સૌદાગર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને તે ફિલ્મના ગીત ઈલુ ઈલુ... ઉપર જ તેઓ બૉલીવુડમાં ઈલુ ઈલુ ગર્લ તરીકે જાણીતા થયા હતાં. તેમણે બૉમ્બે તેમજ લજ્જા જેવી ફિલ્મો દ્વારા બૉલીવુડમાં ખાસ ઓળખ સ્થાપિત કરી હતી.
ચાલો હાલ તો આપને બતાવીએ મનીષા કોઈરાલાની મહત્વની બૉલીવુડ ફિલ્મો :

કૅંસરમુક્ત મનીષા
મનીષા કોઈરાલાને અંડાશયનું કૅંસર થયુ હતું અને અમેરિકામાં સારવાર કરાયા બાદ તેઓ કૅંસરમુક્ત બન્યાં છે.

કમળો બન્યો વિલન
મનીષા કૅંસરમુક્ત થયા બાદ બૉલીવુડમાં કમબૅકની તૈયારી કરી રહ્યા હતાં કે અચાનક તેમને કમળો થઈ ગયો. કમબૅકમાં કમળો વિલન બની ગયો. જોકે તેઓ જલ્દીથી સાજા થઈ રહ્યાં છે. બૉલીવુડમાં મનીષાની મહત્વની ફિલ્મો જોવા સ્લાઇડર આગળ ફેરવતા જાઓ.

સૌદાગર
મનીષાએ સુભાષ ઘાઈની ફિલ્મ સોદાગર (1991) સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો. સૌદાગર તે વરસની સૌથી મોટી હિટ ફિલ્મ હતી કારણ કે સુભાષ ઘાઈએ બૉલીવુડના બે પીઢ દિગ્ગજ અભિનેતાઓ રાજ કુમાર અને દિલીપ કુમારને એક સાથે લઈ આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મે મનીષાને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધી હતી.

1942 ઍ લવ સ્ટોરી
1994માં આવેલી આ ફિલ્મ દ્વારા મનીષા કોઈરાલાએ એક સશક્ત અભિનેત્રી તરીકેની ઓળખ સ્થાપિત કરી.

બૉમ્બે
મણિરત્નમની ફિલ્મ બૉમ્બે (1995) દ્વારા મનીષાએ પ્રથમ ફિલ્મફૅર ક્રિટિક્સ ઍવૉર્ડ હાસલ કર્યો.

અગ્નિસાક્ષી
1996માં આવેલી આ ફિલ્મમાં સશક્ત અભિનય માટે મનીષાએ ખૂબ વખાણ મેળવ્યાં. નાના પાટેકર સામે તેમણે સશક્ત અભિનેત્રીનો પરિચય આપ્યો.

ખામોશી
સલમાન ખાન સાથે આવેલી ફિલ્મ ખામોશીએ મનીષાને બીજો ફિલ્મફૅર ઍવૉર્ડ અપાવ્યો અને સ્ટાર સ્ક્રીનનો બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ પોતાના નામે કર્યો.

ગુપ્ત
1997માં આવેલી ગુપ્ત ફિલ્મમાં બૉબી દેઓલ અને કાજોલ સાથે મનીષાએ તહેલકો મચાવ્યો.

દિલ સે
દિલ સે (1998) ફિલ્મમાં મનીષાએ માનવ બૉમ્બની ભૂમિકા ભજવી હતી.

કમ્પની
વર્ષ 2002માં મનીષાએ કમ્પની ફિલ્મમાં કામ કર્યું કે જે હિટ રહી.

એક છોટી સી લવ સ્ટોરી
મનીષાએ એક છોટી સી લવ સ્ટોરી જેવી વિવાદાસ્પદ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

ભૂત રિટર્ન્સ
રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ (2012) ફિલ્મ દ્વારા મનીષાએ બૉલીવુડમાં કમબૅક કર્યું હતું, પરંતુ તે પછી તેમને કૅંસર થઈ ગયું અને હવે ફરી એક વાર તેઓ કમબૅક કરવાની તૈયારી કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
