ભારતના ચાર્લી ચૅપલિન હતાં જસપાલ : અશોક ચક્રધર

આપને જણાવી દઇએ કે જાણીતાં હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીનું માર્ગ અકસ્તમાતમાં મૃત્યુ થઈ ગયું છે. ગુરુવાર વહેલી સવારે ત્રણ વાગ્યે તેમની કાર પંજાબમાં જલંધર પાસે શાહકોટમાં એક ટ્રૉલી સાથે અથડાઈ પડી. તેમાં તેમનું મોત થઈ ગયું. આ અકસ્માતમાં તેમના પુત્ર જસરાજ ભટ્ટી પણ ઈજાગ્રસ્ત થયાં છે. જસપાલ ભટ્ટી શાહકોટ ખાતે પોતાની આવતીકાલે રિલીઝ થનાર ફિલ્મ પાવર કટના પ્રચાર માટે જઈ રહ્યા હતાં, પરંતુ માર્ગ અકસ્માતે તેમનો જાન લઈ લીધો. જસપાલ ભટ્ટીની ઉંમર 57 વર્ષ હતી. ગાડીમાં તેમની ફિલ્મ હીરોઇન પણ હતી. પોલીસે જસપાલ ભટ્ટીનો પાર્થિવ દેહ પોતાના કબ્જે લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે. તેમના પુત્રના જણાવ્યાં મુજબ ભટ્ટી કાર પોતે ચલાવી રહ્યા હતાં.
એંસી અને નેવુના દશકામાં જસપાલ ભટ્ટીએ શાનદાર ટેલીવિઝન શો જેમ કે ઉલ્ટા-પુલ્ટા અને ફ્લૉપ શો બનાવી લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જસપાલ ભટ્ટીએ અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કૉમેડિયન તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ ગત વર્ષે અણ્ણા હજારેના અનશન દરમિયાન દિલ્હીના માર્ગો ઉપર પણ દેખાયા હતાં.
ફિલ્મ પાવર કટનું લેખન-દિગ્દર્શન જસપાલ ભટ્ટીએ જ કર્યુ છે. ફિલ્મમાં તેમના પુત્ર જસરાજ જ હીરો છે, જ્યારે હીરોઇન યામી ગૌતમના બહેન સુરીલી ગૌતમ છે. આ ઉપરાંત તેમના મૅડ આર્ટ્સ ફિલ્મ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝફર ખાન, હિન્દી ફિલ્મોના વિલન પ્રેમ ચોપરા, સવિતા ભટ્ટી, ગુરચેત ચિત્રકાર, ચંદન પ્રભાકર, હરપાલ, બી. એન. શર્મા, રાજેશ પુરી તથા ડૉ. સુરિન્દર શર્મા પણ વિવિધ ભૂમિકાઓમાં છે. પાવર કટ વિજળીની સમસ્યા પર બનાવાયેલી ફિલ્મ છે કે જે આવતીકાલે રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
