બેક ટૂ બેક ત્રણ ફિલ્મો- જાહ્નવી કપૂર અને વરુણ ધવનની જોડી ફાઈનલ
બેક ટૂ બેક ત્રણ ફિલ્મો- જાહ્નવી અને વરુણ ધવનની જોડી ફાઈનલ
કેટલાક દિવસો પહેલા અહેવાલ મળ્યા હતા કે ફિલ્મ રણભૂમિમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરની જોડી બનવા જઈ રહી છે. જો કે રણભૂમિ પહેલા આ જોડી એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કરનાર છે, જેનું નિર્દેશન શાંક ખેતાન કરશે. ધડકથી જ જાહ્નવી કપૂરનો હાથ કરણ જોહરે થામી લીધો છે, જણાવી દઈએ કે જાહ્નવીની આ ત્રીજી ફિલ્મ હશે. જાહ્નવી અને વરુણ બંને શશાંક ખેતાનની સાથે પહેલા પણ કામ કરી ચૂક્યા છે. જાહ્નવીએ શશાંકની ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મને ધર્મા પ્રોડક્શન એટલે કે કરણ જોહર પ્રોડ્યૂસ કરશે.
હાલ શશાંકે વરુણ ધવન સાથેની બીજી ફિલ્મ રણભૂમિને હોલ્ડ પર રાખી દીધી છે અને હવે તેઓ આ થ્રિલર ફિલ્મને પહેલા ખતમ કરશે. ફિલ્મમાં વરુણ એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અહેવાલોનું માનીએ તો જાહ્નવી એક્શન અવતારમાં જોવા મળશે. આલિયા બાદ વરુણ-જાહ્નવીની જોડી એક હિટ ફિલ્મ આપી શકે છે.

બાયોપિક ફિલ્મ
અહેવાલો મુજબ જાહ્નવી ધર્મા પ્રોડક્શનની વધુ એક ફિલ્મ સાથે જોડાય શકે છે. આ ફિલ્મ ઈન્ડિયન એર ફોર્સની પહેલી મહિલા ચૉપર પાયલટ ગંજન સક્સેનાની કહાની પર આધારિત હશે. જો કે હજુ સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ નથી.
ગુંજને કારગિલ યુદ્ધ દરમિયાન પોતાની વીરતાનો પરિચય આપતા કેટલાય સૈનિકોના જીવ બચાવ્યા હતા, જ્યારે એમના હેલિકોપ્ટર પર દુશ્મનોએ હુમલો કરી દીધો હતો.

બેક ટૂ બેક ફિલ્મે
ધડકથી સુપરહિટ શરૂઆત બાદ જાહ્નવી પાસે બેક ટૂ બેક ફિલ્મોની ઑફર આવી રહી છે. હવે જોવાનું રહેશે કે જાહ્નવી આગળ કેવી ફિલ્મોમાં જોવા મળે છે.

તખ્ત
કરણ જોહરે પોતાની ફિલ્મ તખ્ત માટે પણ જાહ્નવી કપૂરને ફાઈનલ કરી લીધી છે, જેમાં તે અન્ય 6 સ્ટાર્સ સાથે જોવા મળશે. આ ફિલ્મ મુગલ કાળની હશે.

જાહ્નવી કપૂર
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂર બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા જ સુપર સ્ટાર બની ગઈ હતી. જાહ્નવી યુવા વર્ગમાં બહુ પોપ્યુલર છે. જેનો ફાયદો તેની ફિલ્મોને પણ મળ્યો.

કરણ જોહર છે ગુરુ
આલિયા ભટ્ટ બાદ કરણ જોહર હવે જાહ્નવી કપૂરના મેન્ટર બન્યા છે. ફરક એટલો જ છે કે જાહ્નવી બેક ટૂ બેક ધર્મા પ્રોડક્શનની ત્રણ ફિલ્મોમાં જોવા મળનાર છે.

લાંબો ઈંતજાર
ધડક 2018માં રિલીઝ થઈ. જ્યારે તખ્ત 2020માં રિલીઝ થશે. જોવાનું એ રહેશે કે આ 2 વર્ષોમાં જાહ્નવી બીજી કોઈ ફિલ્મ સાઈન કરે છે કે નહિ. કેમ કે બે વર્ષમાં દર્શકો સાથે તેનું કનેક્શન ક્યાંકને ક્યાંક ફરી તૂટી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
