એટલા પણ પૈસા નથી કમાયા કે રોજ નવા કપડા પહેરુઃ જ્હાનવી કપૂર
હાલમાં જ સોશિયલ મીડિયા પર જ્હાનવી કપૂરને કપડા રિપીટ કરવા માટે ટ્રોલ કરવામાં આવી હતી.
હાલમાં જ સોશિયલ મીડિયા પર જ્હાનવી કપૂરને કપડા રિપીટ કરવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. એક ચેટ શો દરમિયાન જ્હાનવીને આ વિશે સવાલ કરવામાં આવ્યો..તો તેણે ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો. જ્હાનવીએ કહ્યુ, 'મે એટલા પણ પૈસા નથી કમાયા કે રોજ નવા કપડા પહેરુ.' જ્હાનવીએ કહ્યુ કે હું ટ્રોલર્સથી પ્રભાવિત નથી થતી કારણકે તમે દરેકને ખુશ નથી રાખી શકતા.

જિમલુક માટે ટ્રોલ કરાઈ
ઉલ્લેખનીય છે કે જ્હાનવીને ઈન્સ્ટાગ્રામ પર તેના જિમલુક માટે ટ્રોલ કરવામાં આવી હતી. જ્યાં જ્હાનવી કપડા રિપીટ કરતી જોવા મળી હતી. કોઈ શંકા નથી કે જ્હાનવી તરફથી ટ્રોલર્સને તેનો તગડો જવાબ મળી ચૂક્યો છે.

જ્હાનવી કપૂર
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાનવી કપૂર બોલિવુડમાં એન્ટ્રી પહેલાથી જ સુપર સ્ટાર બની ચૂકી હતી. જ્હાનવી યુવા વર્ગ વચ્ચે ઘણી લોકપ્રિય છે. જેનો ફાયદો તેની પહેલી ફિલ્મને પણ મળ્યો.

બેક ટુ બેક ફિલ્મો
ધડક સાથે સુપરહિટ શરૂઆત બાદ જ્હાનવી પાસે બેક ટુ બેક ફિલ્મોની ઓફર્સ આવી રહી છે. હાલમાં જ્હાનવી પાસે ત્રણ મોટી ફિલ્મો છે.

ગુંજન સક્સેના બાયોપિક
જ્હાનવી કપૂરની આ ફિલ્મ ઈન્ડિયન એર ફોર્સની પહેલી મહિલા ચૉપર પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક હશે. ગુંજન સક્સેનાને ભારતની પહેલી લડાકુ મહિલા પાયલટ હોવાનું ગૌરવ મળેલુ છે. તેમણે 1999ની કારગિલ લડાઈમાં પોતાના જીવની પરવા ન કરીને પોતાના ઘણા સાથીઓના જીવ બચાવ્યા હતા.

રુહ-અફ્ઝા
રાજકુમાર રાવ સાથે હૉરર કોમેડી રુહ-અફ્ઝામાં પણ જ્હાનવી ફાઈનલ છે. દિનેશ વિઝન અને મૃગદીપ સિંહ લાંબા નિર્મિત ફિલ્મનું નિર્દેશન નવોદિત નિર્દેશક હાર્દિક મહેતા કરશે.

તખ્ત
કરણ જોહરે પોતાની ફિલ્મ તખ્ત માટે પણ જ્હાનવી કપૂરને ફાઈનલ કરી લીધી છે. જેમાં તે બીજા સ્ટાર્સ સાથે જોવા મળશે. આ ફિલ્મ મુઘલ કાળની હશે.

જબરદસ્ત ફેન ફૉલોઈંગ
જ્હાનવીએ અત્યાર સુધી માત્ર એક ફિલ્મ કરી છે... પરંતુ તેની ફેન ફૉલોઈંગ જબરદસ્ત છે. કોઈ શંકા નથી કે આવનારી ફિલ્મો સાથે આમાં હજુ વધારો થવાનો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
