Money laundering case : જેકલીન ફર્નાન્ડીઝે વ્યથા ઠાલવી, કહ્યું- મારી ફિલિંગ સાથે રમી કરિયર બરબાદ કર્યુ
મની લોન્ડ્રીંગ કેસમાં ગંભીર આરોપોનો સામનો કરી રહેલી જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. જેકલીન ફર્નાન્ડીઝે કહ્યું કે, તે મારી લાગણીઓ સાથે રમ્યો છે. તેણે મારી કારકિર્દી અને જીવન બરબાદ કર્યુ.
200 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં ગંભીર આરોપોનો સામનો કરી રહેલી જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. જેકલીન ફર્નાન્ડીઝે કહ્યું કે, તે મારી લાગણીઓ સાથે રમ્યો છે. તેણે મારી કારકિર્દી અને જીવન બરબાદ કર્યુ. જેકલીન ફર્નાન્ડીઝે આગળ કહ્યું કે સુકેશે તેને મૂર્ખ બનાવી. તે તેનું સાચું નામ નહોતી જાણતી.

મીડિયા રિપોર્ટ અનુસાર જેકલીન ફર્નાન્ડીઝે કોર્ટમાં દાવો કર્યો છે કે તેને કહેવામાં આવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખર સરકારી અધિકારી છે. પિંકી ઈરાનીએ મારા મેક-અપ આર્ટિસ્ટ શાન મુથાથિલને ખાતરી આપી હતી કે સુકેશ ગૃહ મંત્રાલયનો અધિકારી છે.
જેકલીન ફર્નાન્ડિસના જણાવ્યા અનુસાર, સુકેશે પોતાને સન ટીવીનો માલિક ગણાવ્યો હતો. તેને જયલલિતા પોતાની કાકી હોવાનું કહ્યું હતું. સુકેશે કહ્યું હતું કે કે તે મારો મોટો ફેન છે અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા માંગે છે. સન ટીવીના માલિક તરીકે તેની પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આપણે બંનેએ સાઉથની ફિલ્મોમાં સાથે કામ કરવું જોઈએ.
જેકલીન ફર્નાન્ડિસે આગળ જણાવ્યુ છે કે, અમે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત કોલ અને વીડિયો કોલથી વાત કરતા હતા. તે મારા શૂટ પહેલા સવારે અને ક્યારેક રાત્રે સૂતા પહેલા ફોન કરતો. તેણે ક્યારેય નહોતું કહ્યું કે તે જેલમાંથી વાત કરી રહ્યો છે અને જેલમાં છે. તે કોઈને કોઈ ખૂણેથી ફોન કરતો. બેકગ્રાઉન્ડમાં એક સોફા અને પડદો દેખાતો.
જેકલીન ફર્નાન્ડિસે કહ્યું કે, સુકેશ ચંદ્રશેખર સાથે છેલ્લે 8 ઓગસ્ટ 2021ના રોજ વાત કરી હતી. તે તારીખ પછી તેણે મારો સંપર્ક કર્યો નથી. મને પાછળથી ખબર પડી કે તેની ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયના અધિકારી તરીકે ઓખખાવવા બદલ ધરપકડ કરાઈ છે. સુકેશ અને પિંકી ઈરાની હંમેશા છેતરવાનો ઈરાદો ધરાવતા હતા. મને મૂર્ખ બનાવવામાં આવી. મને ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે ખબર પડી ત્યારે મને ખબર પડી કે તેનું સાચું નામ સુકેશ છે.
અહીં તમને જણાવી દઈકે જેકલીન ફર્નાન્ડિસ સહિત ઘણી અભિનેત્રીઓ સુકેશના ચક્કરમાં ફસાઈ હતી. જેકલીન ફર્નાન્ડિસ પર મોંઘી ગિફ્ટ લેવાનો આરોપ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
