Pics : બાપ હીરો અને દીકરો નિકળ્યો હીરોપંતી કરવા...
મુંબઈ, 7 એપ્રિલ : આગામી 23મી મેના રોજ વધુ એક સ્ટાર સન બૉલીવુડમાં દસ્તક આપવા આતુર છે. નામ છે તેનું ટાઇગર શ્રૉફ કે જે એંસી-નેવુના દાયકાના હિટ હીરો જૅકી શ્રૉફના પુત્ર છે. તેને આપ એક સારો સંયોગ જ કહી શકો છે કે સુભાષ ઘઈની શોધ જૅકીની પ્રથમ ફિલ્મનું નામ હીરો હતું અને તેમના પુત્રની પહેલી ફિલ્મનું નામ હીરોપંતી છે.
જોકે બંને શબ્દોના અર્થમાં બહુ ફરક છે, પરંતુ બંને વચ્ચે સરખામણી થવી સ્વાભાવિક છે. જૅકીએ પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનો પરચો બતાવી દીધો હતો. લોકોએ રાતોરાત જૅકીને સુપર સ્ટાર બનાવી દીધા હતાં. જૅકીનું સ્ટારડમ ઘણા દિવસો સુધી રહ્યું પણ ખરું. સુભાષની ફિલ્મોએ જૅકીને દોલત, શહોરત બધુ આપ્યું કે જેનો ઉપકાર જૅકી શ્રૉફ આજે પણ માને છે.
ચાલો હીરોપંતી ફિલ્મની તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

બાપ હીરો અને બેટાની હીરોપંતી
હીરો ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફની એન્ટ્રી હીરોપંતી ફિલ્મ સાથે થઈ રહી છે.

હીરોપંતીનું ટ્રેલર લૉન્ચ
ટાઇગર શ્રૉફની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન તેમના પિતા જૅકી શ્રૉફ તથા બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ હાજર હતાં.

આમિરે કર્યા વખાણ
આમિર ખાને આ પ્રસંગે ટાઇગર શ્રૉફના ખૂબ વખાણ કર્યાં.

પિતા જેવો બનવાની ઇચ્છા
ટાઇગર શ્રૉફે આ પ્રસંગે પોતાના પિતા જૅકી શ્રૉફ અને આમિર ખાનની ખૂબીઓનો એક નાનકડો ભોગ પણ બની શકવાની ઇચ્છા વ્યક્ત કરી.

અંશ પણ આવે તો ઘણુ
ટાઇગરે પોતાના પિતા અંગે પૂછવામાં આવતાં જણાવ્યું - હું ઇચ્છુ છું કે હું પોતાના પિતાની જેમ બનું, પણ એવું શક્ય નથી. છતા જો તેમના વ્યક્તિત્વનો એક નાનકડો અંશ પણ પોતાની અંદર લાવી શકું, તો મોટી વાત ગણાશે.

આમિર મારા પ્રેરક
ટાઇગરે જણાવ્યું - આમિર ખાન બૉલીવુડના તેવા એક્ટર છે કે જેઓ મારી પ્રેરણા રહ્યાં છે.

એક્ટર બનવા અંગે પૃચ્છા
ટાઇગરે કહ્યું - બૉલીવુડમાં એક્ટર બનવા અંગે જ્યારે મેં વિચાર્યુ પણ નહોતું, ત્યારે પણ લોકો મને એમ જ પૂછતા હતાં કે હું ક્યારે ફિલ્મોમાં આવી રહ્યો છું અને ક્યારે મારૂ ડેબ્યુ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
