કિંગ-કૅટના અંતરંગ દૃશ્યો જોઈ સલમાન અપસેટ

મુંબઈ, 13 ઑક્ટોબર : શાહરુખ ખાન અને કૅટરીના કૈફની ફિલ્મ જબ તક હૈ જાન એક બાજુ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનતી જાય છે, તો બીજી બાજું સલમાન ખાન પણ હવે આ ફિલ્મ અંગે ચિંતિત દેખાય છે. સલમાન આટલાં ચિંતિત કેમ છે? આવો આપને બતાવીએ.

હકીકતમાં તાજેતરમાં જ જબ તક હૈ જાન ફિલ્મનું ગીત સાંસ રિલીઝ થયું છે અને આ ગીતમાં શાહરુખ તેમજ કૅટરીના વચ્ચે ઘણાં અંતરંગ દૃશ્યો તેમજ કિસિંગ સીન્સ દર્શાવાયાં છે. આ સીન્સ જોઈ કૅટને પોતાની ફૅમિલી મેમ્બર ગણતાં સલમાન ઘણાં અપસેટ થઈ ગયાં છે.

જબ તક હૈ જાન ફિલ્મમાં પહેલી વાર શાહરુખ અને કૅટ એક સાથે આવી રહ્યાં છે. કૅટ સાથે શાહરુખ ખાને ઘણાં રોમેન્ટિક સીન્સ પણ આપ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મનું એક ગીત સાંસ રિલીઝ થયું છે. તેમાં પણ બહુ જ ઇન્ટીમેટ સીન્સ દર્શાવાયાં છે. આ ગીતે જેવી વેબ પર દસ્તક આપી કે ત્યારથી યુટ્યૂબથી લઈ ટ્વિટર સુધી દરેક જગ્યાએ ગીતની ચર્ચા શરૂ થઈ ગઈ. શાહરુખને કૅટ સાથે રોમાંસ કરતાં જોવું દરેકને ગમ્યું, પણ સમાચાર છે કે સલમાન ખાનની ઊંઘ ઉડી ગઈ છે.

કૅટરીના કૈફ પણ બૉલીવુડના રોમેન્ટિક હીરો શાહરુખ સાથે જોડી બનાવી ખુશ છે, પણ કદાચ તેને ખબર નથી કે તેમની આ નવી જોડી તેમના મેંટર સલમાનને ગમી નથી રહી અને શક્ય છે કે તેનું વળતર પણ તેણે ભવિષ્યમાં ચુકવવું પડે.

હાલ કિંગ ખાનના તો બંને હાથમાં લાડવાં છે. કારણ કે તેમને જબ તક હૈ જાનમાં બે-બે સુંદર અભિનેત્રીઓ સાથે રોમાંસ કરવા મળી રહ્યું છે. એક બાજુ કૅટ અને બીજી બાજુ અનુષ્કા શર્મા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X