Pics : ઇસકમાં ઉમેરાશે બનારસી પાનનો પમરાટ!
મુંબઈ, 16 જુલાઈ : ફિલ્મ જગતમાં અલગ-અલગ રીતે ફિલ્મોનું પ્રમોશન કરવાનું ચલણ વધતું જાય છે. એ જ કડીમાં ઇસક ફિલ્મના નિર્માતાઓએ હવે ફિલ્મના પ્રમોશન માટે બનારસી પાનનો સહારો લીધો છે.
મળતી માહિતી મુજબ પ્રતીક બબ્બર તથા અમાયરા દસ્તૂર અભિનીત ઇસક ફિલ્મના નિર્માતાઓએ એવું નક્કી કર્યું છે કે જે લોકો આ ફિલ્મ જોવા જશે, તેમને ઇસ્પેશિયલ બનારસી પાન આપવામાં આવશે. પેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ટીમ અને ફિલ્મના વિતરકોએ ફિલ્મ જોવા જનાર દર્શકો માટે આ ખાસ ઑફર કરી છે. મુંબઈના બે થિયેટરો સિનેમૅક્સ ગ્રોવેલ્સ તથા સિનેમૅક્સ વર્સોવા ખાતે આ નુસ્ખો અજમાવવામાં આવશે. એક નિવેદનમાં જણાવાયું છે કે આ બંને થિયેટરોની બહાર સ્ટૉલ લગાડવામાં આવશે કે જ્યાં ફિલ્મ જોવા જનાર દર્શકોને સ્પેશિયલ બનારસી પાન આપવામાં આવશે.
નોંધનીય છે કે ઇસક ફિલ્મમાં પ્રતીક બબ્બર લીડ રોલમાં છે કે જેઓ બૉલીવુડ કલાકારો રાજ બબ્બર તથા સ્મિતા પાટિલના પુત્ર છે. પ્રતીકના હીરોઇન છે અમાયરા દસ્તૂર. ઉપરાંત રાજેશ્વરી સચદેવ, રવિ કિશન તથા પ્રશાંત નારાયણ જેવા કલાકારો પણ છે.
આવો ઇસક ફિલ્મની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બનારસી ટચ
ઇસક ફિલ્મને બનારસી ટચ આપવામાં આવ્યું છે.

પાનનો આઇડિયા ઉપયોગી
પેન ઇન્ડિયાના માર્કેટિંગ હૅડ અમીરા બાવિશીએ જણાવ્યું કે ફિલ્મના બનારસી ટચને જોતાં દર્શકોને પાન આપવાનો આઇડિયા ઉપયોગી છે.

રોમિયો-જૂલિયેટ આધારિત ઇસક
મનીષ તિવારી દિગ્દર્શિત ઇસક ફિલ્મ વિલિયમ શેક્સપીયર્સના નાટક રોમિયો એન્ડ જૂલિયેટની આધુનિક આવૃત્તિ છે.

પ્રતીક-અમાયરા
ઇસક ફિલ્મમાં રોમિયો-જૂલિયેટનો રોલ પ્રતીક બબ્બર તથા અમાયરા દસ્તૂર કરી રહ્યાં છે.

26મી જુલાઈએ રિલીઝ
ઇસક ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.

પ્રમોશનલ વ્યુહરચના
અમીરા બાવિશીએ જણાવ્યું કે અમે ઇસકની પ્રમોશન વ્યુહરચના એવી રીતે ઘડવા માંગતા હતાં કે જે અવ્યવસ્થાને તોડે અને દર્શકોને અલગ અનુભવ થઈ શકે.

પાન સાથે સ્વાગત
તેમણે જણાવ્યું કે એટલે જ અમે પાન સાથે દર્શકોનું સ્વાગત કરવાનો નિર્ણય કર્યો. એવા પાન કે જેમાં બનારસનો પમરાટ ભળેલી હશે.

રવિ કિશન
ઇસકમાં રવિ કિશન અને રાજેશ્વરી સચદેવ પણ કામ કરી રહ્યાં છે.

પ્રશાંત નારાયણ
ફિલ્મમાં પ્રશાંત નારાયણ પણ મહત્વની ભૂમિકામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
