શું જલ્દી લગ્ન કરવા જઇ રહ્યાં છે રાહુલ - આથિયા શેટ્ટી? અભિનેત્રીએ કર્યો ખુલાસો
બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો છે કે આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આ વર્ષના અંતમાં લગ્ન કરશે. હવે આથિયા શેટ્ટીએ આખરે આ અફ
બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો છે કે આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આ વર્ષના અંતમાં લગ્ન કરશે. હવે આથિયા શેટ્ટીએ આખરે આ અફવાઓ પર ખુલીને વાત કરી અને ઘણા નવા ખુલાસા પણ કર્યા હતા.

અથિયાએ લગ્ન વિશે કર્યો ખુલાસો
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દિવસોમાં બંને પોતાના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં છે. હવે ETimes સાથે વાત કરતી વખતે, અભિનેત્રીએ લગ્ન વિશે કરવામાં આવેલા પ્રશ્નો પર તેની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, હું આ વિશે પૂછવામાં આવેલા કોઈપણ પ્રશ્નનો જવાબ આપીશ નહીં. હું આ બધી બાબતોથી કંટાળી ગઇ છું. હું ફક્ત તેમના પર હસી શકું છું. લોકોને તેઓ જે વિચારવા માગે છે તે વિચારવા દો.

શું આથિયા કેએલ રાહુલ સાથે રહેશે?
બીજી તરફ એવા પણ અહેવાલ હતા કે આથિયા અને કેએલ રાહુલે બાંદ્રાની એક બિલ્ડિંગમાં આખો ફ્લોર બુક કરાવ્યો છે. જેના જવાબમાં આથિયાએ કહ્યું કે 'એ વાત સાચી છે કે તે નવા ઘરમાં જઈ રહી છે પરંતુ તે તેના માતા-પિતા સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી અને ભાઈ અહાન શેટ્ટી સાથે કરી રહી છે.'
લગ્નની અફવાઓ પર ભાઈ અહાને શુ કહ્યું?
આથિયા શેટ્ટીના ભાઈ અહાને પણ તાજેતરમાં આ અફવાઓને નકારી કાઢી હતી. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે 'આવો કોઈ સમારોહ નથી, આ બધી અફવાઓ છે. જ્યારે લગ્ન ન હોય ત્યારે અમે તમને તારીખ કેવી રીતે આપી શકીએ? સગાઈ પણ થઈ નથી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
