ઈરા ખાને રિસેપ્શનમાં પહેર્યો હતો જરદોશી લહેંગો, જેને બનાવવામાં લાગ્યા 300 કલાક
Ira Khan Lehenga: બૉલિવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાને 3 જાન્યુઆરી, 2024ના રોજ મુંબઈમાં ફિયાન્સ નૂપુર શિખરે સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા પછી, 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં ભવ્ય લગ્ન કર્યા અને હવે, 13 જાન્યુઆરીએ, દંપત્તિએ તેમના પરિવાર, મિત્રો અને બી-ટાઉન સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કર્યુ.
ઈરા ખાનના રિસેપ્શનની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈરા આ સ્ટાર-સ્ટડેડ રિસેપ્શનમાં લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને હવે, તેના લહેંગા વિશે કેટલીક વિગતો પ્રકાશમાં આવી છે.

ઈરા ખાને તેના વેડિંગ રિસેપ્શનમાં મોડર્ન ટ્વિસ્ટ સાથે લાલ અને ગોલ્ડન લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. થ્રી-પીસ આઉટફિટમાં હેવી લહેંગો, મેચિંગ બ્લાઉઝ અને જ્યોર્જેટ દુપટ્ટાનો સમાવેશ થતો હતો. તેના ખાસ દિવસ માટે ઈરાના પરફેક્ટ લુકને મોનાલી રૉયના 'સેરિયા ડિઝાઇન સ્ટુડિયો' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુમાં, ડિઝાઇનરે સ્ટાર કિડના પરફેક્ટ લુક વિશે વાત કરી અને તેના લહેંગાની વિશેષ વિગતો આપી.
'ન્યૂઝ 18'માં છપાયેલા અહેવાલ મુજબ, મોનાલી રૉયે ઈરા ખાન માટે શ્રેષ્ઠ લુક ડિઝાઇન કરવા અંગે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તેની સાથે કામ કરવું 'અદ્ભુત' હતું, કારણ કે તે ખૂબ જ 'ધીરજવાન' અને 'સમજુ' છે. તેણે કહ્યું કે ઈરાને ખબર છે કે તે શું ઈચ્છે છે. મોનાલીએ કહ્યું, "ઈને વધુ આધુનિક બ્લાઉઝ કટ સાથે પરંપરાગત લહેંગા જોઈતો હતો. કુલ મળીને, અમને તેને પ્લાન કરવામાં અને તેને અમલમાં મૂકવા માટે સાત મહિનાનો સમય લાગ્યો હતો. લહેંગાને બનાવવામાં 300 કલાકથી વધુની મહેનત લાગી હતી."
અહેવાલો અનુસાર, લાલ-શેડવાળો લહેંગા શુદ્ધ કાચા સિલ્ક પર ડિઝાઇન કરવામાં આવ્યા હતા, જે ઊંડા સોનેરી સિક્વન્સ અને પરંપરાગત જરદોસી તકનીકો સાથે મિશ્રિત કટદાનાની જટિલ સોનાની ભરતકામ માટે યોગ્ય બેઝ હતો. ઈરાએ તેના લગ્ન માટે ડિઝાઇનર પાસેથી વધુ ત્રણ ડિઝાઇન પણ મેળવી હતી, જેમાં નુપુર શિખરે સાથેના તેના લગ્ન, મહેંદી સમારંભ અને સંગીત સમારોહનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
