જાણો એસપી બાલાસુબ્રમણ્યમ વિશે કેટલીક રસપ્રદ વાતો
સિનેમા જગતના દિગ્ગજ ગાયકોમાંના એસપી બાલાસુબ્રમણ્યમનુ નિધન થઈ ગયુ. જાણો એસપી બાલાસુબ્રમણ્યમ વિશે કેટલીક રસપ્રદ વાતો..
વર્ષ 2020 દેશ અને દુનિયા ઉપરાંત ફિલ્મી જગત માટે પણ કંઈ ખાસ નથી. સિનેમા જગતના દિગ્ગજ ગાયકોમાંના એસપી બાલાસુબ્રમણ્યમનુ નિધન થઈ ગયુ. 74 વર્ષીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ચેન્નઈની હોસ્પિટલમાં ભરતી હતી. 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગીને 4 મિનિટે એસપી બાલા સુબ્રમણ્યમે ઘણા દિવસો સુધી બિમારી સામે લડ્યા બાદ દુનિયાને અલવિદા કહી દીધી.

તેલુગુ ફિલ્મ શ્રી શ્રી શ્રી મર્યાદા રામન્નાથી ડેબ્યુ
1. એસપી બાલાસુબ્રમણ્યમનો જન્મ 4 જૂન, 1946ના રોજ નેલ્લૂર, આંધ્ર પ્રદેશના તેલુગુ પરિવારમાં થયો હતો અને તેમના પિતા એસપી સમ્બામૂર્તિ એક હરિકથા આર્ટિસ્ટ હતા. સિનેમા જગતમાં તેમના પગરણની વાત કરીએ તો 15 ડિસેમ્બર, 1966માં તેમણે પ્લેબેક સિંગર તરીકે તેલુગુ ફિલ્મ શ્રી શ્રી શ્રી મર્યાદા રામન્નાથી ડેબ્યુ કર્યુ હતુ.
2. ફિલ્મ સંકરાભારનામ એસપી બાલાસુબ્રમણ્યના કરિયરમાં મીલનો પત્થર સાબિત થઈ. 1980માં આવેલી આ ફિલ્મ માટે તેમને સિંગિંગનો પહેલો નેશનલ અવૉર્ડ મળ્યો હતો.
3. એસબી બાલાસુબ્રમણ્યમે 1969માં પોતાનુ પહેલુ તમિલ ગીત રેકોર્ડ કરવાનો મોકો મળ્યો હતો. તેમના ગીત એઈકઈ એન્નુમ ઈલાયા કન્નીમાં તમિલ સુપરસ્ટાર જેમિની ગણેશન જોવા મળ્યા હતા.

17 કલાક સુધી સતત ગીતો ગાતા
4. એસપી બાલાસુબ્રમણ્યમથી સાઉથના સુપરસ્ટાર એમજીઆર પોતાની ફિલ્મ આઈરામ નિલાવેમાં ગીત ગાવાનો મોકો આપવા માંગતા હતા પરંતુ દૂર્ભાગ્યથી રેકોર્ડિંગ પહેલા બાલાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. પરંતુ એમજીઆરે તેમની રાહ જોઈ. ટાઈફોઈડ મટ્યા બાદ બાલાએ પોતાનુ ગીત રેકોર્ડ કર્યુ.
5. એસપી બાલાસુબ્રમણ્યમે પોતાની સિંગિંગ કરિયરને 50 વર્ષનો લાંબો કિંમતી સમય આપ્યો. આ દરમિયાન તેમણે તેલુગુ, તમિલ, કન્નડ, હિંદી અને મલયાલમમાં લગભગ 40,000 ગીતો ગાયા.
6. પોતાની ગાયકિના દમ પરપ બાલાસુબ્રમણ્ય પોતાનુ નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવી ચૂક્યા છે. તેમણે કન્નડ કંપોઝર ઉપેન્દ્ર કુમાર માટે 12 કલાકમાં 21 ગીતો ગાયા હતા. એક સમય એવો પણ હતો જ્યારે એસપી ઘણી ભાષાઓમાં 16થી 17 ગીતો એક દિવસમાં રેકોર્ડ કરતા હતા. એટલુ જ નહિ ઘણી વાર તે 17 કલાક સુધી સતત ગીતો ગાતા હતા.

72 ફિલ્મોમાં કામ કર્યુ
7. 1992માં બાલાસુબ્રમણ્યમે એ આર રહેમાન સાથે રોઝામાં પહેલી વાર સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મના ત્રણે વર્ઝન માટે બાલાએ ગીતો ગાયા હતા. આ જોડીએ રોઝા બાદ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ.
8. ગાયકિ સાથે સાથે એસપી બાલાસુબ્રમણ્યમે તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદી ભાષામાં 40થી વધુ ફિલ્મોમાં મ્યુઝિક ડાયેરેક્ટર તરીકે કામ કર્યુ છે.
9. સિંગિંગ અને મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ કરવા ઉપરાંત બાલાએ મૌસિકીથી બ્રેક લઈન ફૂલ ટાઈમ અભિનયમાં પણ હાથ અજમાવ્યો. તેમણે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં લગભગ 72 ફિલ્મોમાં કામ કર્યુ.

સિલ્વર સ્ક્રીન પર સલમાનનો અવાજ બન્યા
10. હિંદી ફિલ્મ જગતમાં એસપી બાલાસુબ્રમણ્યમનુ વિશેષ યોગદાન રહ્યુ છે. સલમાન ખાનના કરિયરમાં બાલાએ મહત્વની ભૂમિકા નિભાવી છે. 90ના દશકમાં બાલા સિલ્વર સ્ક્રીન પર સલમાનનો અવાજ બની ચૂક્યા હતા. સલમાનની ઘણી સુપરહિટ ફિલ્મોના ગીતોમાં બાલાએ પોતાનો અવાજ આપ્યો.
11. ગાયિકીથી લગભગ 15 વર્ષનો બ્રેક લીધા બાદ એસપી બાલાસુબ્રમણ્યમે એક વાર ફરીથી હિંદી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો. તેમણે 2013માં આવેલી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનુ ટાઈટલ ટ્રેક ગાયુ જેમાં શાહરુખ ખાન જોવા મળ્યા હતા.
12. એસપી બાલાસુબ્રમણ્યમ પ્લેબેક સિંગર ઉપરાંત મ્યુઝિક ડાયરેક્ટર, એક્ટર, ડબિંગ આર્ટિસ્ટ અને ફિલ્મ પ્રોડ્યુસર પણ રહ્યા. તે 6 વર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીતી ચૂક્યા હતા. એસપી બાલાને પદ્મશ્રી(2001) અને પદ્મભૂષણ(2011)થી પણ નવાજવામાં આવી ચૂક્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
