Pics : પિતાના ‘માર્ગે’ ચાલશે પ્રિયંકા, ઉદ્ધવે કર્યું અશોક ચોપરા માર્ગ નામકરણ!
મુંબઈ, 11 જૂન : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સ્વર્ગસ્થ પિતા ડૉ. અશોક ચોપરાના નામ ઉપર યારી રોડના એક માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે ડૉ. અશોક ચોપરાની પહેલી પુણ્યતિથિ હતી. આ પ્રસંગે મુંબઈમાં યોજાયેલ એક કાર્યક્રમમાં યારી રોડના એક માર્ગનું નામકરણ ડૉ. અશોક ચોપરા માર્ગ કરવામાં આવ્યું. આ રોડ પ્રિયંકાના ઘરની સામે જ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ માર્ગનું ઉદ્ઘાટન કર્યું.
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ડૉ. અશોક ચોપરા પ્રત્યે સમ્માન દર્શાવતાં આ માર્ગનું તેમના નામે નામકરણ કર્યું છે. અંધેરી (પશ્ચિમ)થી થોડાક જ અંતરે યારી રોડ છે કે જે હવે લેફ્ટિનંગ કર્નલ ડૉ. અશોક ચોપરા માર્ગ તરીકે ઓળખાશે. ડૉ. ચોપરાનું ગત વર્ષે 10મી જૂન, 2013ના રોજ નિધન થયુ હતું. વ્યવસાયે તબીબ અશોક ચોપરા 1997માં ભારતીય સેનામાંથી લેફ્ટિનંટ કર્નલના પદેથી નિવૃત્ત થયા હતાં. કૅંસરના પગલે તેમનું મુંબઈમાં અંધેરી ખાતે આવેલી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલે નિધન થઈ ગયુ હતું.
આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - આ માર્ગ અંગે મને ગત મહીને જ ખબર પડી. મને અને મારા પરિવારને બહુ આશ્ચર્ય થયું. અમે બહુ લાગણીશીલબનીગયા હતાં. મારા પિતાએ રોટરી વડે ઘણુ કામ કર્યું. આર્મીમાં પણ તેમણે બહુ કર્યું. આ માર્ગ અમારા ઘરેથી નિકળતા જ દેખાય છે અને તે જ માર્ગને મારા પિતાનું નામ આપવું, આ વાત મને બહુ લાગણીશીલ બનાવી દે છે. સમજાતું નથી કે હું કઈ રીતે વ્યક્ત કરું.
આ કાર્યક્રમમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત તેમના માતા મધુ ચોપરા, ભાઈ સિદ્ધાર્થ ચોપરા, પિતરાઈ બહેન પરિણીતી ચોપરા તથા અન્ય સગા-સંબંધીઓ પણ હાજર રહ્યા હતાં. જુઓ તસવીરો :

મધુ-પરિણીતી
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં મધુ ચોપરા અને પરિણીતી ચોપરા.

પરિણીતી
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પરિણીતી ચોપરા.

પ્રિયંકા
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા-પરિણીતી
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા.

પરિણીતી-પ્રિયંકા-મધુ
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પરિણીતી ચોપરા, પ્રિયંકા ચોપરા અને મધુ ચોપરા.

પ્રિયંકા-ઉદ્ધવ
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પ્રિયંકા ચોપરા અને ઉદ્ધવ ઠાકરે.

પ્રિયંકા-ઉદ્ધવ
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પ્રિયંકા ચોપરા, ઉદ્ધવ ઠાકરે, પરિણીતી ચોપરા અને મધુ ચોપરા.

પ્રિયંકા-ઉદ્ધવ
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં પ્રિયંકા ચોપરા, ઉદ્ધવ ઠાકરે, પરિણીતી ચોપરા અને મધુ ચોપરા.

સિદ્ધાર્થ-પ્રિયંકા-મધુ
ડૉ. અશોક ચોપરા માર્ગ નામકરણ સમારંભમાં સિદ્ધાર્થ ચોપરા, પ્રિયંકા ચોપરા અને મધુ ચોપરા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
