અભિનવની બેશરમમાં પણ ચુલબુલ!
મુંબઈ, 2 ઑગસ્ટ : ભલે આજે અભિનવ કશ્યપ અને સલમાન ખાન વચ્ચે મતભેદ હોય, પણ ક્યારેક તો બંને ખૂબ જ નજીક હતાં અને તેનો અહેસાસ અભિનવની આવનાર ફિલ્મ બેશરમમાં સ્પષ્ટ દેખાઈ આવશે. બેશરમમાં પણ એક ચુલબુલ કૅરેક્ટર છે કે જે સલમાન ખાન નહીં, પણ ઋષિ કપૂર ભજવી રહ્યાં છે.

જોકે આ મુદ્દે કોઈ વિવાદ થાય, તે પહેલાં જ અભિનવે સ્પષ્ટ કરી નાંખ્યું કે બેશરમમાં સલમાનની ઝલક પણ નથી. ચુલબુલ એક નામ છે અને આ નામ મારામાંથી આવ્યું છે. હું પોતાના વિશે મજાક કરી શકું, હું કોઇક બીજા ઉપર વ્યંગ્ય નથી કરી રહ્યો.
નોંધનીય છે કે બેશરમ સાથે અભિનવ કશ્યપની પ્રતિષ્ઠા જોડાયેલી છે, કારણ કે સલમાન ખાનનું કહેવું છે કે દબંગ ફિલ્મ અભિનવના દિગ્દર્શનના કારણે નહીં, પણ તેમના કારણે હિટ થઈ હતી. તે પછી અભિનવ કશ્યપ અને સલમાન ખાન વચ્ચે અંતર વધ્યો હતો. એટલે જ અભિનવે બેશરમ ફિલ્મ બનાવી અને તેમાં સલમાન નહિં, પણ રણબીર કપૂર હીરો છે. ફિલ્મમાં નીતૂ સિંહ, પલ્લવી શારદા તેમજ ઋષિ કપૂર પણ લીડ રોલમાં છે.
બેશરમના ટ્રેલરની શરુઆત તુઝે દેખા તો યે જાના...ના પંજાબી અનુવાદથી થાય છે. અભિનવ કહે છે કે અહીં શાહરુખ ખાન સાથે કોઈ લેવુદેવું નથી. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે પ્રણય-કથાઓની આઇકૉન ફિલ્મ છે અને તેથી મેં તેને આઇકૉન તરીકે ઉપયોગ કર્યો છે, કારણ કે બેશરમ મુખ્યત્વે મસાલા રોમાંસ હાસ્ય ફિલ્મ છે. વાર્તાને સમજાવવા માટેનું માત્ર આ એક પ્લેટફૉર્મ છે. ફિલ્મમાં રણબીર કપૂરનો રેટ્રો લુક છે, તો ઋષિ કપૂર પ્રથમ વાર પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં છે, જ્યારે નીતૂ સિંહ મહિલા કૉન્સ્ટેબલ બન્યાં છે. ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
