અનુષ્કા સાથે કિસિંગ સીનમાં નર્વસ થઈ ગયાં ઇમરાન
મુંબઈ, 7 ડિસેમ્બર : આજકાલ વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં અનુષ્કા અને ઇમરાનના ખૂબ હૉટ સીન્સ છે. તેમાંનુ એક સીનની ચર્ચા ચારે બાજુ છે. તે સીન છે ઇમરાન અને અનુષ્કા વચ્ચે ઑનસ્ક્રીન કિસ. તેનું પ્રોમો પણ ખૂબ જોરશોરથી બતાવાઈ રહ્યું છે.

ઇમરાન ખાન આ અંગે જણાવે છે કે તેમને અનુષ્કા સાથે આ દૃશ્ય આપતા ખૂબ મુશ્કેલી થઈ કારણ કે તેમને આ સીન કરતાં ખટકાટ અનુભવાતો હતો. ઇમરાન ખાને જણાવ્યું - હું અનુષ્કાને અગાઉથી જાણતો નથી. તેવામાં અજાણી વ્યક્તિ સાથે આ સીન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામને કરવો પડે છે. અમને અનેક રીટેક કરવા પડ્યાં, પરંતુ ફાઇનલી મેં આ સીન કરી જ લીધું.
આ અગાઉ ઇમરાન ખાને અભિનેતા પંકજ કપૂર વિશે જણાવ્યુ હતું કે તેઓ બહુ મોટા અભિનેતા છે. તેમની સાથે કામ કરવું સરળ નથી. હી ઇઝ ઍ ગ્રેટ એક્ટર. તેમની સાથે રહ્યો, ત્યારે સમજાયું કે ગંભીરતા શું હોય છે.
આપને જણાવી દઇએ કે વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં શબના આઝમી અને પંકજ કપૂર પણ લીડ રોલમાં છે, પરંતુ તેમાં એક ખાસ કૅરેક્ટર પણ છે. તેનું નામ છે ગુલાબો ગાય કે જે માત્ર પંકજ કપૂરને જ દેખાય છે.
હરિયાણાની ગ્રામ્ય પૃષ્ઠભૂમિએ બનેલ આ ફિલ્મમાં અનુષ્કા ખૂબ જ હૉટ અંદાજમાં નજરે પડે છે. તેઓ પંકજ કપૂરના પુત્રી બન્યાં છે. ઓમકારા અને ઇશ્કિયા જેવી ફિલ્મો બનાવનાર વિશાલની આ ફિલ્મ પાસેથી ખૂબ આશાઓ છે. ફિલ્મના વિચિત્ર ટાઇટલે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
