ઇલિયાનાનુ Ilu Ilu : લગ્નની ‘ખિડકી’ ખુલ્લી, પણ હાલ ‘દરવાજો’ બંધ
મુંબઈ, 19 જુલાઈ : બર્ફી ગર્લ ઇલિયાના ડીક્રૂઝે પોતાના લગ્ન અંગે હિંટ આપી છે. બૉલીવુડમાં પગ જમાવવા મથી રહેલી આ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે લગ્ન તેના એજંડામાં છે, પરંતુ નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી.
એક ડેલી સાથે વાતચીત કરતાં ઇલિયાનાએ દાવો કર્યો કે તેઓ લગ્નમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે જણાવ્યું - હું લગ્નમાં વિશ્વાસ ધરાવુ છું. મારા માટે લગ્ન કમિટમેંટ, ડિવોશન, ટ્રસ્ટ અને સાથે રહીને જે કરાય છે, તે તમામ કરવું છે. લગ્ન મારા માટે લિવ-ઇન-રિલેશનશિપ કરતા વધુ સારા છે. લગ્ન ચોક્કસ મારા એજંડામાં છે, પરંતુ હાલતરત નહીં.
બર્ફી જેવી સુપરહિટ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર ઇલિયાના ડીક્રૂઝ છેલ્લે મૈં તેરા હીરો ફિલ્મમાં દેખાયા હતાં અને તેમની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન નિર્મિત હૅપ્પી એન્ડિંગનો સમાવેશ થાય છે.
ચાલો તસવીરો સાથે જાણીએ ઇલિયાના વિશે વધુ વિગતો :

સાઉથમાં લિંક-અપ
ઇલિયાના ડીક્રૂઝ ભૂતકાળમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એક્ટર્સ સાથે લિંક્ડ-અપ કરાયા છે.

એક એક્ટરે દિલ તોડ્યું
ઇલિયાનાએ પોતાના એક ઇંટરવ્યૂમાં કોઈનું નામ લીધા વગર દાવો કર્યો હતો કે એક એક્ટરે તેમનું દિલ તોડ્યુ હતું.

આ છે બૉયફ્રેન્ડ
હાલમાં ઇલિયાનાના બૉયફ્રેન્ડ ઑસ્ટ્રેલિયન નાગરિક એન્ડ્ર્યુ નીબોન હોવાનું ચર્ચાય છે.

સાથે-સાથે
ઇલિયાના અને નીબોન સામાન્ય રીતે મુંબઈમાં વિવિધ ઇવેંટ્સમાં જાહેરમાં સાથે-સાથે દેખાય છે.

ડેટિંગનો ઇનકાર
જોકે ઇલિયાનાએ નીબોન સાથે ડેટિંગ કરવાનો ઇનકાર કર્યો છે.

માત્ર મિત્ર
ઇલિયાનાએ ડેટિંગના સમાચારોને અફવા ગણાવી અને કહ્યું કે તેઓ અને એન્ડ્ર્યુ નીબોન માત્ર મિત્ર છે.

સાઉથમાં કમબૅક નહીં
ઇલિયાના ડીક્રૂઝ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત ફરવાનો ઇરાદો પણ નથી ધરાવતાં.

બૉલીવુડમાં જ રહેશે
ઇલિયાના ડીક્રૂઝ હાલમાં બૉલીવુડમાં જ રહેશે.

હૅપ્પી એન્ડિંગમાં વ્યસ્ત
ઇલિયાના હાલમાં મલ્ટી-સ્ટારર ફિલ્મ હૅપ્પી એન્ડિંગમાં વ્યસ્ત છે કે જેના નિર્માતા સૈફ અલી ખાન છે.

નીબોન પણ હશે
જાણવા મળે છે કે હૅપ્પી એન્ડિંગ ફિલ્મમાં ઇલિયાનાના કથિત બૉયફ્રેન્ડ એન્ડ્ર્યુ નીબોન પણ હશે.

સેટ પર નીબોન
હૅપ્પી એન્ડિંગનું શૂટિંગ લૉસ એંજલ્સ ખાતે ચાલી રહ્યું છે અને સેટ ઉપર ઇલિયાના સાથે એન્ડ્રુય નીબોન પણ તાજેતરમાં દેખાયા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
