આઇફા 2017: ફેશન અને સ્ટાયલમાં કોણ છવાયું, કોણ પછડાયું?
આઇફા 2017: બોલિવૂડ એક્ટ્રેસિસના સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ લૂક્સ જુઓ અહીં..
આઇફા 2017નું વિનર્સ લિસ્ટ તો તમે જાણી જ લીધું હશે. આઇફા એવોર્ડ્સ બોલિવૂડના સૌથી પ્રેસ્ટિજિયસ એવોર્ડ ગણાય છે અને આથી જ આ એવોર્ડ ફંક્શનમાં હિરોઇન્સ બેસ્ટ આઉટફિટ્સમાં જોવા મળે છે. ક્યારેક તેમની સ્ટાયલ અને આઉટફિટના ખૂબ વખાણ થાય છે, તો ક્યારેક આલોચના પણ થાય છે. સ્ટાયલ અને ગ્લેમરથી ભરપૂર આઇફા 2017 ઇવેન્ટમાં લોકપ્રિય બોલિવૂડ એક્ટ્રેસિસના લૂક્સ કેવા હતા, જાણો અહીં...

આલિયા ભટ્ટ
એક્ટિંગ, ડાન્સિંગ, ડ્રેસિંગ, ત્રણેયમાં આલિયા ભટ્ટનો જવાબ નથી. આઇફા 2017નો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ જીતનાર આલિયાના આ ઇવેન્ટના બંન્ને લૂક્સ શાનદાર હતા. ફાઇનલ એવોર્ડ નાઇટ્સમાં આલિયા ઝુહેર મુરાદના પ્રિન્સેસ બ્લેક ગાઉનમાં જોવા મળી હતી અને તે એકદમ પરફેક્ટ લાગી રહી હતી. આ પહેલાં આલિયા મનિષ મલ્હોત્રાના પીચ લહેંગામાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ ક્યૂટ લાગી રહી હતી. આલિયાના બીજા દિવસના આ બંન્ને લૂક્સ બિલકુલ પરફેક્ટ હતા.

કેટરિના કૈફ
બોલિવૂડની દિવા મનાતી કેટરિનાએ બીજા દિવસના એક લૂકમાં લોકોને નિરાશ કર્યા તો બીજા લૂકમાં લોકોનું મન ફરી જીતી લીધું. બીજા દિવસે પહેલાં તો તે અબુ જાની અને સંદીપ ખોસલાના આ સારી ડ્રેસમાં જોવા મળી હતી, જે આ ઇવેન્ટ અને કેટરિના બંન્ને માટે મિસફિટ હતો. કેટરિનાના આ ફર્સ્ટ લૂકની લગભગ દરેક જગ્યાએ આલોચના થઇ. જો કે, ત્યાર બાદ ફાઇનલ ઇવેન્ટમાં કેટ સિલ્વર અને વાદળી કલરના સુંદર ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષા સિન્હા ફાઇનલ ઇવેન્ટમાં રેડ કલરના હોટ અને એલિગન્ટ ગાઉનમાં જોવા મળી હતી. આ આઉટફિટ સાથે તેણે ચોપાર્ડ જ્વેલરી પસંદ કરી હતી, પરંતુ તેની યલો ઇયરરિંગ તેના ગાઉન સાથે એટલી સૂટ નથી થતી. સોનાક્ષીના આ લૂકને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. એ પહેલાં સોનાક્ષી ગ્રીન કાર્પેટ પર કલરફુલ સાડીમાં જોવા મળી હતી. આ વાયબ્રન્ટ કલરફુલ સાડીને પણ મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. આ વખતે આઇફામાં સોનાક્ષીના એક્સપરિમેન્ટે લોકોનું ધ્યાન ચોક્કસ ખેંચ્યું પરંતુ તે 100% સક્સેસફુલ ન રહી.

તાપસી પન્નુ
આઇફા 2017માં વુમન ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર તાપસીનો ફાઇનલ આઉટફિટ જરા હટકે, પરંતુ તેની પર્સનાલિટીને પરફેક્ટ સૂટ કરે એવો હતો. સ્ટિવન ખલિલના આ ડ્રેસમાં તે ખૂબ હોટ લાગી રહી હતી. એ પહેલાં તે રેડ અને ગોલ્ડ ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે ચાંદલો કરી ફ્યૂઝન લૂક ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તાપસીના આ લૂક કોઇને ખાસ પસંદ નહોતો પડ્યો.

ક્રિતિ સેનન
આઇફામાં પહેલા દિવસે ક્રિતિ સેનન મારકુમ ગાર્નરના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. ક્રિતિ આ ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેના લૂકને તમામ ફેશન ક્રિટિક્સે ખૂબ વખાણ્યો હતો.

દિયા મિર્ઝા
દિયા મિર્ઝા ભલે ફિલ્મોમાંથી ગાયબ છે, પરંતુ તેની સુંદરતાથી કોઇ અજાણ નથી. આઇફામાં તે સુંદર પીચ એમ્બ્રોઇડરી ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે સુંદર કન્ટેમ્પરરિ ડિઝાઇન જ્વેલરી મેચ કરી હતી. આ ઇવેન્ટમાં દિયા ખરેખર બોલિવૂડની સ્ટાયલિશ ક્વીન લાગી રહી હતી.

હુમા ખુરેશી
એવોર્ડ ફંક્શનના બીજા દિવસે પોતાા સ્ટાયલ સ્ટેટમેન્ટથી સૌને આશ્ચર્યમાં મુકનાર એક્ટ્રિસિમાંની એક હતી હુમા ખુરેશી. હુમા પ્રબલ ગુરૂંગના સ્ટ્રેપલેસ બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં જોવા મળી હતી. હુમા આ પહેલાં ભાગ્યે જ તેના લૂક્સને કારણે ચર્ચામાં આવી હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
