IIFA 2015 : આઇફાની ગ્રીન કાર્પેટ પર સેલેબ્રિટીઓનો ફેશનનો ઝલવો
રવિવારે, કુઆલાલંપુરમાં આઇફા 2015ના ભવ્ય અને રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં બોલીવૂડના તમામ જાણીતા સેલેબ્રિટીએ હાજરી આપી.
એટલું જ નહીં આ શોને હોસ્ટ કર્યું રણવીર સિંહ અને અર્જૂન કપૂરે. તો બીજી તરફ રિતિક રોશન, શાહિદ કપૂર અને અનુષ્કા શર્માએ રોકિંગ ડાન્સ પર્ફોર્મન્સ આપીને સ્ટેજ પર આગ લગાવી દીધી.
જો કે સામાન્ય રીતે કોઇ પણ સમારંભમાં રેડ કાર્પેટ પર મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. પણ ગ્રો ગ્રીન કોન્સેપ્ટ હેઠળ આ વખતે આઇફાએ ગ્રીન કાર્પેટ પર બોલીવૂડ સેલેબ્રિટીનું આગમન કર્યું.
વધુમાં આ વખતે બોલીવૂડના હિરોએ ગ્રીન કાર્પેટ પર બોલીવૂડની હિરોઇનોને જોરદારની ટક્કર આપી. રિતિક રોશન, શાહિદ કપૂરે તેમની ડ્રેસિંગ સેન્સથી લોકોને છક કરી દીધા. ત્યારે આ આઇફા એવોર્ડમાં આ હિરો, હિરોઇનોએ કેવી ડ્રેસિંગ સ્ટાઇલ અપનાવી હતી તે જાણો આ ફોટો સ્લાઇડરમાં...

સોનાક્ષી સિંહા
ગ્રીન કાર્પેટ પર બ્લેક ગાઉનમાં જોવા મળી સોનાક્ષી સિંહા.

શાહિદ કપૂર
સ્ટાઇલીશ શૂટ અને નવા લૂક સાથે આ એવોર્ડ ફંકશન પર જોવા મળ્યો શાહિદ કપૂર.

રિતિક રોશન
કોણે કહ્યું કે રેડ કોર્પેટ પર ખાલી હિરોઇનો જ ફેશન નો ઝલવો બતાવી શકે છે? આ ગ્રીક ગોર્ડ રિતિક રોશન જ જોઇ લો. બ્લ્ડ રેડ કોટ, બ્લેક પેન્ટમાં રિતિક લાગતો હતો સુપર હોટ અને સ્ટાઇલિશ.

દિપિકા પાદુકોણ
રેડ ગ્રિલ્ટર સાડીમાં જગમગી રહી હતી દિપીકા પાદુકોણ. જો કે હંમેશા ફેશનેબલ રહેતી દિપીકા આ વખતે તેટલી સ્ટાઇલીશ નહતી લાગતી.

અનિલ કપૂર
ઓલવેઝ સ્ટાઇલિશ તેવા અનિલ કપૂરે પણ આ ગ્રીન કાર્પેટ પર સ્ટાઇલિશ બ્લેક શૂટ સાથે એન્ટ્રી કરી હતી.

કિન્નત અરોરા
કિન્નત અરોરા જોવા મળી આ બ્લેક હાર્ટવાળા ગાઉનમાં.

અનુપમ ખેર
અનુપમ ખેરની અનોખી એન્ટ્રી, સાયકલ પર સવાર થઇને અનુપમ ખેરે આઇફા 2015ની ગ્રીન કાર્પેટ પર એન્ટ્રી મારી.

પરિણીતી ચોપરા
બ્લેટ ગાઉનમાં સ્લીમ અને ટ્રીમ દેખાઇ પરિણીતી ચોપરા.

કાજલ અગ્રવાલ
સાઉથ સિરીન અને સિંગમ જેવી બોલીવૂડ ફિલ્મોમાં આવેલી કાજલ અગ્રવાલ પણ અહીં પહોંચી.

શ્રદ્ધા કપૂર
બ્લેક ડીપ કટ વાળા ગાઉનમાં આઇફાની ગ્રીન કાર્પેટ પર ઉતરી શ્રદ્ઘા કપૂર.

લિઝા હેડન
વાઇટ અને ગોલ્ડન ગાઉનમાં સુપર હોટ લાગતી લીઝા હેયડન.

લોરેન
એબીસીડી 2 સ્ટાર લોરેન આ ગ્રીન કાર્પેટમાં રેડ ગાઉનમાં જોવા મળી.

રિતેષ અને જેનિલિયા
આ એવોર્ડ સમારંભમાં રિતેષ દેશમુખની ફિલ્મ લાઇ ભારીને શ્રેષ્ઠ રિઝનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

બિપાશા બસુ
આ નેટ ગાઉનમાં સુપર હોટ લાગી રહી હતી બિપાશા બસુ.

અદિતિ રાવ હૈદરી
બ્લેડ અને રેડ ગાઉનમાં જોવા મળી અદિતી.

મલ્લિકા અરોરા ખાન
લંવડર નેટ ગાઉનમાં જોવા મળી મલ્લિકા અરોરા ખાન.

જેકલિન
વાઇટ અને ગોલ્ડન વર્ક વાળા ગાઉનમાં જોવા મળી જેકલિન.

અનુષ્કા શર્મા
આઇફા 2015ના ગ્રીન કાર્પેટ પર રેડ ગાઉનમાં જોવા મળી અનુષ્કા શર્મા.

બિપાશા બસુ
તો અન્ય એક ઇવેન્ટમાં રેડ ડિપ કટ વાળા ગાઉનમાં જોવા મળી બિપાશા બસુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
