હું નેતા સાથે નહિ કરુ લગ્ન - રાઘવ ચઢ્ઢા સાથે ડેટિંગના સમાચારો વચ્ચે પરિણીતા ચોપડાનો Video વાયરલ
Parineeti Chopra Old Interview: બૉલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા હાલમાં પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ પરિણીતિ ચોપડા આપ નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે અને ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના છે. આ દરમિયાન અભિનેત્રીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે કહ્યુ હતુ કે તે ક્યારેય નેતા સાથે લગ્ન નહિ કરે.

પરિણીતિનો જૂનો વીડિયો વાયરલ
આ ઇન્ટરવ્યુ એ સમયનો છે જ્યારે પરિણીતી ચોપરા તેની ફિલ્મ જબરિયા જોડીનુ પ્રમોશન કરી રહી હતી. આ ફિલ્મમાં તેનો કોસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા હતો. વીડિયોમાં અભિનેત્રી ફરીદુન શહરયારના સવાલોના જવાબ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તે કઈ સેલિબ્રિટી સાથે લગ્ન કરવા માંગે છે? ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યુ કે, 'બીજા ઘણા સારા વિકલ્પો છે, પરંતુ તે કોઈપણ નેતા સાથે લગ્ન કરવાનું પસંદ કરશે નહીં'.
|
નેતા સાથે લગ્ન કરવા નથી માંગતી
જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યુ કે તેને તેના જીવનમાં કેવો જીવનસાથી જોઈએ છે, તો તેણે કહ્યુ કે જે વ્યક્તિ મુસાફરી, પાણી, સમુદ્રને પસંદ કરે છે તે તેની પ્રથમ પસંદગી હશે. આ સિવાય તે ઈચ્છે છે કે તે જેની સાથે લગ્ન કરે તે સારી રીતે સેટલ થઈ જાય. હવે જ્યારે પરિણીતી ચોપરાનુ નામ સતત રાઘવ ચઢ્ઢા સાથે જોડાઈ રહ્યુ છે, ત્યારે ચાહકો તેના આ વીડિયો પર સતત અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ મહિનામાં થશે રોકા સેરેમની
સૂત્રો મુજબ પરિણીતી ચોપરા ટૂંક સમયમાં રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. હાલ બંનેના પરિવારજનો રોકાની તારીખ નક્કી કરી રહ્યા છે. આશા છે કે આ મહિને એપ્રિલમાં બંને રોકા સેરેમની થઈ જશે. અને આ દિવસોમાં તેની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ તેના પરિવાર સાથે ભારત આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે પરિણીતી ચોપરાના રોકા માટે જ આવી છે. જો કે હજુ સુધી આ અંગે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
