હું ડરી ગઈ હતી જ્યારે ફિલ્મમેકરે સેટ પર જ મને અંડરવિયર ઉતારવા કહ્યુંઃ પ્રિયંકા ચોપડા
હું ડરી ગઈ હતી જ્યારે ફિલ્મમેકરે સેટ પર જ મને અંડરવિયર ઉતારવા કહ્યુંઃ પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ હાલમાં જ જાણીતા અમેરિકન ટીવી શો હોસ્ટ ઓપરા વિનફ્રેને ઈન્ટર્વ્યૂ આપ્યું. આ ઈન્ટર્વ્યૂને લઈ પાછલા કેટલાક દિવસોથી પ્રિયંકા ચોપડા ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ વિનફ્રેને આપેલ ઈન્ટર્વ્યૂમાં પોતાના ઈન્ટર્વ્યૂમાં બૉલીવુડ ફિલ્મ કરિયરથી લઈ હૉલીવુડમાં કામ કરવા સુધીનો ઉલ્લેખ કર્યો છે. આ ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકાએ પોતાના પરિવાર, માતા-પિતા અને પતિ નિક જોનસને લઈને પણ કેટલીય વાતો વિશે ખુલીને વાત કરી છે. ઓપરા વિનફ્રેને આપેલા ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકા ચોપડાએ ખુલાસો કર્યો કે બૉલીવુડમાં તેના શરૂઆતી દિવસોમાં એક ફિલ્મમેકરે ફિલ્મના સેટ પર તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. પ્રિયંકા ચોપડાને આ વાતનો બહુ પછતાવો છે કે તેમણે તેની સામે અવાજ કેમ નહોતો ઉઠાવ્યો.

જ્યારે ફિલ્મમેકરે સેટ પર અંડરવિયર ઉતારવા કહ્યું
પ્રિયંકા ચોપડા કે જે આજે એક ગ્લોબલ સ્ટાર છે. કેટલીય હૉલીવુડ પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી છે. ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકા ચોપડાએ ખુલાસો કર્યો કે બૉલીવુડના શરૂઆતી સમયમાં તેમને એક ફિલ્મમેકરે ફિલ્મ સેટ પર સેક્સી અને હૉટ ડાંસ પરફોર્મન્સ માટે અંડરવિયર ઉતારવા કહ્યું હતું. જો કે ફિલ્મમેકરે તે ફિલ્મ અને ફિલ્મમેકરનું નામ ગુપ્ત રાખ્યું છે. પરંતુ પ્રિયંકાએ કહ્યું કે તેણે આ ઘટનાના આગલા દિવસે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

આ ફિલ્મમેકરનો વિરોધ કેમ ના કર્યો, આજે પણ પછતાવો છે
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, આજ સુધી મને ફિલ્મમેકર વિરુદ્ધ કંઈ બોલી કેમ નહિ તેનો પછતાવો છે. પરંતુ તે સમયે હું બહુ ડરી ગઈ હતી. પ્રિયંકાના આ વાબ પર જ્યારે ઓપરા વિનફ્રેએ તેમને પૂછ્યું કે હવે તેને ખુદ માટે સ્ટેન્ડ લેવાની હિંમત કેવી રીતે આવી તો પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, સમયની સાથેસાથે ખુદ માટે ઉભા થવાની અને અવાજ ઉઠાવવાની હિંમત મને મારી પરવરિશથી આવી છે. જે મારા માતા-પિતાએ મને હંમેશા આપી છે.

એ સિસ્ટમમાં મેં શા માટે કામ કર્યું
પ્રિયંકાએ ફિલ્મમેકરના દૂર્વ્યવહાર પર આગળ કહ્યું, મેં ત્યારે એ ફિલ્મમેકરને કંઈ ના કહ્યું એ વાતનો મને હંમેશા અફસોસ છે. હું આ એન્ટરટેઈનમેન્ટના બિઝનેસમાં નવી હોવાના કારણે હું આટલી ડરી ગઈ હતી. અને છોકરીઓને હંમેશા કહેવાય છે કે છોકરીઓ સન્માન અને ઈજ્જત મેળવવા માટે હાર્ડવર્ક નથ કરતી. પરંતુ મારે કામ કરવું હતું, માટે મેં સિસ્ટમની અંદર કામ કર્યું.

મમ્મીએ 9 વર્ષની ઉંમરમાં કહ્યું હતું
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, 'મારી મમ્મીએ મને 9 વર્ષની ઉંમરમાં જણાવ્યું હતું કે તું તારી જિંદગીમાં જે કંઈપણ કરે, તારે હંમેશા તેમાં ફાઈનાન્શિયલી ઈન્ડિપેંડન્ટ રહેવું પડશે. અવાજ ઉઠાવવા માટે મને હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવતી હતી. જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ચોપડાએ બૉલીવુડમાં આવા પ્રકારની ઘટનાનો ઉલ્લેખ કર્યો હોય. પ્રિયંકા અગાઉ પણ આ મામલે પોતાનું મંતવ્ય જણાવી ચૂકી છે. જો કે આ ઈન્ટર્વ્યૂમાં પ્રિયંકાએ ખુલીને વાત કરી છે.

મિસ વર્લ્ડ બન્યા બાદ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી
પ્રિયંકા ચોપડા 2000માં મિસ ઈન્ડિયા અને મિસ વર્લ્ડ બની હતી. મિસ વર્લ્ડ જીત્યાના ત્રણ વર્ષ બાદ તેમણે ધી હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાઈથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેમણે સની દેઓલઅને પ્રીતિ ઝિંટા સાથે કામ કર્યું હતું. પ્રિયંકા તે બાદ અંદાજ અને મુજસે શાદી કરોગી જેવી બૉક્સ ઑફિસ પર હિટ ફિલ્મો આપવામા ંસફળ રહી. '
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
