હું ખૂબ જ આળસુ અભિનેત્રી છું : કાજોલ
મુંબઇ, 15 સપ્ટેમ્બર : અભિનેત્રી કાજોલ ટૂંક સમયમાં મોટા પરદા પર કમ બેક કરવા જઇ રહી છે, પરંતુ તેમનું કહેવું છે કે તે ખૂબ જ આળસુ અભિનેત્રી છે. 39 વર્ષની કાજોલે વર્ષ 2001માં અભિનયથી દૂર થઇ ગઇ હતી, ત્યારબાદ તેણે વર્ષ 2006માં રોમેન્ટિક ફિલ્મ 'ફના'થી ફિલ્મોમાં કમબેક કર્યું હતું.
ત્યારબાદ તે માત્ર મહેમાન ભૂમિકામાં દેખાઇ હતી. છેલ્લે તે કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ 'વી આર ફેમિલી'માં પ્રમુખ ભૂમિકા દેખાઇ હતી. કાજોલે જણાવ્યું કે 'હું ખૂબ જ આળસુ છું... હું હદ કરતા વધારે કામ અને ફિલ્મો નથી કરી શકતી. મારા માટે વર્ષમાં બે ફિલ્મ પૂરતી છે અને એનાથી મને એવું પણ લાગે છે કે હું કામ કરી રહી છું. ત્યાં સુધી પોતાની નથી માનતી, જ્યાં સુધી તેની શૂટિંગ શરૂ ના કરી દઉ.'

ચર્ચામાં નહીં રહેવા છતા લોકોની પસંદગીની અભિનેત્રી બની રહેવાના સવાલ પર તેમણે જણાવ્યું કે 'બની શકે કે હું કામથી દૂર થઇ હોય, માટે લોકો મારી સાથે કામ કરવા માગતા હોય. હું 20 વર્ષથી કામ કરી રહી છું, પરંતુ મેં ખૂબ જ ઓછું કામ અને ઓછી ફિલ્મો કરી છે. એવા કેટલાય લોકો છે, જેમણે મારા કરતા ત્રણ કે ચાર ગણી વધારે ફિલ્મો કરી છે. કાજોલ હવે પોતાના પતિ અજય દેવગણના પ્રોડક્શનની ફિલ્મથી કમબેક માટે તૈયાર છે.'
કાજોલે જણાવ્યું કે 'ફિલ્મની પટકથા અને અન વાર્તા ખૂબ જ સારી છે પરંતુ હજી હું આ અંગે વધુ વાત ના કરી શકું.' તેમણે જણાવ્યું કે નિશ્ચિતપણે હું સતત ફિલ્મો કરતી રહીશ, પરંતુ મારે થોડો સમય પણ જોઇએ. મારો એક હર્યોભર્યો પરિવાર છે- પતિ, બે બાળકો, ઘર, પ્રોડક્શન કંપની અને અન્ય વસ્તુઓ... માટે હું એવી જ ફિલ્મ કરુ છું જેનાથી લાગે કે આ ફિલ્મને કરવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
